શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 3 ઑગસ્ટ 2023 (17:28 IST)

Conjunctivitis - દેશમાં ફેલાય રહી છે આંખોની બીમારી, જાણો આઈ ફ્લૂ કેમ થાય છે અને તેને ફેલાતા કેવી રીતે રોકી શકાય ?

How many types of conjunctivitis are there?
How many types of conjunctivitis are there?
- દરેક ઓપીડીમાં 25 થી 30 ટકા દર્દીઓ કંજેક્ટિવાઈટિસના  
- ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી આંખો આવવાના રોજના અંદાજે ૧૮થી ૨૦ હજાર કેસ
- સીજનલ છે એડિનો વાયરસ પણ આ વખતે વધુ સંક્રામક 
   
conjunctivitis Cases in India  : દેશભરના અનેક રાજ્યોમાં કંજેક્ટિવાઈટિસ એટલે કે આઈ ફ્લૂનો કહેર છે. દરેક બીજા અને ત્રીજા વ્યક્તિની આંખોમાં બળતરા, ખંજવાળ આંખો લલ થવી અ ને અહી સુધી કે યૂપી અને બિહાર જેવા રાજ્યોમાં તો આંખોમાંથી લોહી નીકળવાના મામલા પણ સામે આવી રહ્યા છે. કેટલાક મામલે લોહીના થક્કા જમેલા જોવા મળ્યા છે.  એટલુ જ નહી વરસાદની ઋતુમાં થનારા કંજેક્ટિવાઈટિસ રોગ આ વખતે વધુ આક્રમક બન્યો છે. ડોક્ટરોના કહેવા મુજબ આનુ સંક્રમણ અગાઉના વર્ષોથી લગભગ 6 ગણુ વધુ બતાવાય રહ્યુ છે.  ચિંતાની વાત એ છે કે આ વખતે સંક્રમણ માત્ર ટચ કરવાથી પણ ફેલાય રહ્યુ છે.  જે સમયસર સારવાર નથી કરાવતા તેમની કાર્નિયા એટલે કે આંખના પાછળના ભાગમાં સોજો થવા માંડ્યો છે. કેટલાક કેસ એવા પણ છે જેમા આંખોમાંથી લોહી પણ નીકળીને કાર્નિયાને નુકશાન પહોચાડી રહ્યુ છે. 
 
મધ્યપ્રદેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની વાત કરીએ તો ડોક્ટરોના મુજબ દરેક ઓપીડીમાં રોજ 25 થી 30 ટકા દર્દી કંજેક્ટિવાઈટિસના આવી રહ્યા છે. બીજી બાજુ  સરકારી હુકમચંદ હોસ્પિટલની વાત કરીએ તો અહી લગભગ 10 બાળકો રોજ આ સંક્રમણની સારવાર માટે આવી રહ્યા છે. વેબદુનિયાએ આ વિશે ડોક્ટરો સાથે વિશેષ ચર્ચા કરીને જાણવા માંગ્યુ કે શુ છે કંજેક્ટિવાઈટિસ .. કેવે રીતે બચવુ અને કેમ ફેલાય રહ્યો છે અને શુ છે તેની સારવાર.. 
 
શુ કહે છે આઈ સ્પેશલિસ્ટ 
દરેક ઓપીડીમાં રોજ 30 ટકા દર્દી 
ઈન્દોરમાં નેત્ર રોગ વિશેષજ્ઞ ડો. અમિત સોલંકીએ વેબદુનિયાને ચર્ચામાં બતાવ્યુ કે આ સમયે દરેક આઈ સ્પેશલિસ્ટની ઓપીડીમાં લગભગ 25 થી 30 ટકા દર્દી કંજેક્ટિવાઈટિસના આવી રહ્યા છે. સામાન્ય રીતે આ સીજનલ અને નોર્મલ છે, પણ આ વખતે આ અનેકગણો ફેલાય રહ્યો છે.  ડો. સોલંકીએ જણાવ્યુ કે આ બે કારણોસર થાય છે. એક વાયરલ અને બીજુ બેક્ટેરિયાને કારણે.  મોટાભાગના કંજેક્ટિવાઈટિસ વાયરલને કારણે થાય છે.  જ્યા સુધી તેના થવાનુ કારણ તેના થવાનુ કારણ છે તો આ ચોમાસામાં થાય છે. કારણ કે આ સીજનમાં વાયરસ અને બેક્ટેરિયા સએહ્લાઈથી પોતાનુ સ્થાન બનાવી લે છે. આ એડિનો વાયરસ કૉમન છે પણ સારવાર લેવુ જરૂર છે.  સામાન્ય રીતે ત્રણથી ચાર દિવસ રહે છે, પણ આ વખતે વધુ ફેલાય રહ્યો છે અને સાત દિવસ સુધી પરેશાની થઈ રહી છે.  
 
દર્દીની આંખોમાં જોવાથી નથી ફેલાતો  - ડો. અમિત સોલંકીએ જણાવ્યુ કે તેને લઈને અનેક ગેરસમજ પણ છે. આ વિશે હુ સ્પષ્ટ કરવા માંગુ છુ કે આ કોરોનાની જેમ ન તો હવામાં ફેલાય છે અને ન તો સંક્રમિત દર્દીની આંખોથી ફેલાય છે. તેમણે જણાવ્યુ કે આ મુખ્યરૂપે બેડ ટૂ આઈ કૉન્ટેક્ટથી થાય છે. સમય પર લક્ષણને સમજીને સારવાર કરવાથી ઠીક થઈ શકે છે. 
 
હુકુમચંદમાં આવી રહ્યા છે રોજ 10 બાળકો 
હુકુમચંદ હોસ્પિટલની ઓપીડીમાં રોજ 100થી 10 બાળકો એવા આવી રહ્યા છે જેમણે આંખોનુ આ સંક્રમણ થઈ રહ્યુ છે. આ એડેનો વાયરસ છે. સમય પર સારવાર કરાવતા 3 થી 4 દિવસમાં ઠીક થઈ રહ્યો છે. એવી  ચિંતાની વાત નથી. આ સીજનલ સંક્રમણ છે જે વરસાદના દિવસોમાં થાય છે. - ડો. પ્રવીણ જડિયા, શિશુરોગ વિશેષજ્ઞ, હુકમચંદ હોસ્પિટલ ઈન્દોર. 
 
કયા રાજ્યોમાં ફેલાયો છે કંજેક્ટિવાઈટિસ ?
 
આંધ્રપ્રદેશ - કંજક્ટિવાઈટિસ મુખ્ય રૂપથી વિજયવાડા અને શ્રીકાકુલમથી એનટીઆર જીલ્લા સુધી ફેલાય રહ્યો છે. 
ઉત્તરપ્રદેશ અને બિહારમાં પણ ફેલાય રહ્યો છે. 
યૂપી અને દિલ્હી અને એનસીઆર સુધી પહોચી રહ્યો છે. 
ગુજરાતમાં અત્યાર સુધી 2.30 લાખ કેસ આવી ચુક્યા છે અને છેલ્લા ત્રણ દિવસથી રોજના 18થી 20 હજાર કેસ આવી રહ્યા છે.  
 
કંજેક્ટિવાઈટિસ  ઘણા કારણોસર થાય છે, સારવાર તેના કારણ પર આધારિત છે.
મોટા ભાગના કિસ્સાઓમાં, રસાયણોના સંપર્કમાં આવતા કંજેક્ટિવાઈટિસ   1-2 દિવસમાં તેની આપમેળે જ ઠીક થઈ જાય છે.
અન્ય કારણોથી થતા કંજેક્ટિવાઈટિસ માટે સારવારના વિશેષ વિકલ્પો ઉપલબ્ધ છે.
 
કેટલા પ્રકારના હોય છે કંજેક્ટિવાઈટિસ ?
વાયરલ કંજેક્ટિવાઈટિસ : વાયરલ કંજક્ટિવાઈટિસ માટે કોઈ ઈલાજ નથી. 7-8 દિવસમાં તેના લક્ષણોમાં આપમેળે જ સુધાર આવી જાય છે.  આમ તો વાર્મ કમ્પ્રેસ( કપાસને હળવા ગરમ પાણીમાં ડુબાડીને આંખો પર મુકવુ) થી લક્ષણોમાં આરામ મળે છે. 
 
બેક્ટેરિયલ કંજક્ટિવાઈટિસ - બેક્ટેરિયાના કોઈપણ સંક્રમણ માટે એંટીબાયોટિક્સ સૌથી સામાન્ય ઉપચાર છે. બેક્ટેરિયલ કંજક્ટિવાઈટિસમાં એંટીબાયોટિક્સ આઈ ડ્રોપ્સ અને ઓઈંટમેંટ (મલમ/જેલ) ના ઉપયોગથી થોડાક જ દિવસોમાં આંખો સામાન્ય અને સ્વસ્થ્ય થવા માંડે છે. 
 
એલર્જિક કંજક્ટિવાઈટિસ - એલર્જીક કંજક્ટિવાઈટિસમાં બાકી લક્ષણો સાથે આંખોમાં સોજો પણ આવી જાય છે. તેથી તેની સારવારમાં એંટી હિસ્ટામિન આઈ ડ્રોપ્સની સાથે એંટી ઈફ્લેમેટરી આઈ ડ્રોપ્સ પણ આપવામાં આવે છે.  

 શું છે લક્ષણ ? 
- આંખની લાલાશ અને ખંજવાળ
- વધારે પાણી, કાદવ
- આંખોમાં ખૂંચવુ કે સોજો આવવો  
- એક અથવા બંને આંખોનો લાલ કે ગુલાબી દેખાવ.
- એક અથવા બંને આંખોમાં બળતરા અથવા ખંજવાળ.
-  સામાન્ય કરતાં વધુ આંસુ આવવા 
- આંખોમાંથી પાણીયુક્ત અથવા ઘટ્ટ સ્રાવ.
-  આંખોમાં કઠોર લાગણી.
 
કયા કિસ્સામાં ડૉક્ટરની સલાહ લો?
- આંખોમાં તીવ્ર દુખાવો.
- આંખોમાં તીક્ષ્ણ ખુંચવવાનો અનુભવ
- દ્રષ્ટિ અસ્પષ્ટ.
- પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા.
- આંખોની અતિશય લાલાશ.
 
 આઈ ફ્લૂ કેમ થાય છે ? 
 
ચોમાસામાં ઓછા ટેમ્પ્રેચર અને હાઈ હ્યૂમિડિટીને કારણે લોકો બેક્ટેરિયા, વાયરસ અને એલર્જીના કૉન્ટેક્ટમાં આવે છે. આ એલર્જીક રિએક્શન્સ અને આઈ ઈંફેક્શન જેવા કંજક્ટિવાઈટિસનુ કારણ બને છે. 
 
સાવધાની - સંક્રમણને ફેલાતા કેવી રીતે રોકી શકાય ?
 
કંજક્ટિવાઈટિસને ફેલાતા રોકવા માટે સાફ-સફાઈ રાખવી સૌથી જરૂરી છે. આ ઉપરાંત આ વાતોનુ રાખો ધ્યાન. 
 
- તમારા હાથથી તમારી આંખોને સ્પર્શ કરશો નહી.
-  તમારી પર્સનલ વસ્તુઓ જેમ કે ટુવાલ, ઓશીકું, આંખના સૌંદર્ય પ્રસાધનો વગેરે કોઈની સાથે શેર ન કરો.
-  તમારા રૂમાલ, ઓશીકાના કવર, ટુવાલ વગેરે રોજ ધોવા.
- સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા
- આંખો અને ચહેરો સાફ કરવા માટે સ્વચ્છ રૂમાલ, ટુવાલનો ઉપયોગ કરો અને તેને સાફ કરો
- નિયમિત ઉપયોગમાં લેવાતા ચશ્માને સારી રીતે સાફ કરો
- ચેપના ફેલાવાને રોકવા માટે ડાર્ક ચશ્મા પહેરો
- પૂરતા પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરો
- ડાયરેક્ટ સૂર્યપ્રકાશ, માટી-ધૂળ વગેરેથી દૂર રહો.
- ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતા આંખના ટીપાં, નેપકિન્સ, આંખ બનાવવાની સામગ્રી, ટુવાલ, તકિયાના કવર વગેરેનો ઉપયોગ કરશો નહીં.
- ડોકટરની સલાહ વગર આંખના કોઈપણ ટીપા કે દવાનો ઉપયોગ કરશો નહીં.
- ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો