મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 16 એપ્રિલ 2021 (13:29 IST)

Coronavirus - એક ડોઝ પછી સંક્રમણ થઈ જાય તો શું બીજો ડોઝ મળશે, શું કહે છે ડૉક્ટર

corona vaccine update
દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે અને સાથે જ ભારતના કોરોના વેક્સીનેશન પણ ઝડપહી ચાલી રહ્યો છે. 
 
ભારતમાંં 10 કરોડ વધારે વેક્સીન ડોઝ આપી દીધા છે. પણ આ વચ્ચે કેટલાક એવા પણ કેસ સામે આવ્યા છે જેમાં વેક્સીનની એક ડોઝ લીધા પછી દર્દી સંક્રમિત થઈ ગયો અને પછી બન્ને ડોઝ લીધા પછી પણ તે સંક્રમિત થઈ ગયો. સવાલ એ છે કે જેને પ્રથમ ડોઝ મળ્યો  છે અને તે સંક્રમિત થયો છે તો શું તેને બીજો ડોઝ મળશે અને ક્યારે મળશે. શું વેક્સીન લાગ્યા પછી પણ કોઈ સંક્રમિત થઈ શકે છે. 
 
મીડિયામાં આવેલી રિપોર્ટ મુજબ નીતિ આયોગના સ્વાસ્થય સભ્ય ડૉ વી કે પૉલએ જણાવ્યુ કે જો કોઈને પ્રથમ વેક્સીન લાગી છે અને તેને કોવિડ સંક્રમણ થયુ છે તો તેને પણ વેક્સીનની બીજા ડોઝ મળશે. ડૉ પોલના મુજબ જો આવું હોય છે તો તે માણસને સંક્રમણથી ઠીક થયાના 12 અઠવાડિયા પછી બીજો ડોઝ મળશે. 
 
તેમનું કહેવું છે કે જો કોઈ માણસને કોવિડ થાય્ છે અમારી જનરલ ગાઈડલાઈન છે તેના ઠીક થયાના ત્રણ મહીના એટલે કે 12 અઠવાડિયા પછી વેક્સીન લગાવવી જોઈએ. કોવિડ સંક્રમિત માણસને વેક્સીન લગાવવું જોઈએ. 
 
દેખીતુ છે પ્રથમ ડોઝ પછી કોઈ સંક્રમિત થઈ પણ જાય તો તેને બીજી ડોઝ મળશે. તેને ફરીથી પ્રથમ અને પછી  બીજો ડોઝ લેવાની જરૂર નથી. બીજી બાજુ કોઈને બન્ને ડોઝ લાગ્યા પછી પણ કોરોના સંક્રમણ થઈ શકે છે. તેના પર તેમણે સ્પષ્ટ કહ્યુ છે કે કોઈ પણ વેક્સીનથી 100 ટકા સુરક્ષા નથી આપતુ, . પણ જો કોઈને પણ કોરોના થઈ જાય તો સંક્રમણથી ગંભીર રૂપથી બીમાર નહી થાય. 
 
હકીકતમાં ડાક્ટરોનું કહેવું છે કે વેક્સીન લીધા પછી કોવિડના લક્ષણ આવે કે ટેસ્ટ પોઝીટીવ થઈ આવે  તો વેક્સીન પછી પ્રોટેકશન 100 ટકા નહી થાય. અમે ત્યારબાદ પણ કોવિડ એપ્રોપિયેંટ બિહેવિયરનું પાલન કરવું પડશે. બની શકે છે કે તમને વેક્સીન લીધા પછી થનારું ઈંફેક્શન ગંભીર રૂપ નહી લે.