જો સ્વસ્થ રહેવા માંગો છો તો ચોમાસામાં બિલકુલ ન ખાશો આ વસ્તુઓ

avoid food in monsoon
Last Updated: શનિવાર, 21 ઑગસ્ટ 2021 (13:26 IST)
વરસાદની ઋતુમાં ખાનપાનમાં થોડી બેદરકારી પણ સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. આવામાં જો થોડી સાવધાની દાખવવામાં આવે તો તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો અને ચોમાસાની મજા પણ માણી શકો છો. આ ઋતુમાં ફૂડ પ્લાન કે ડાયટ ચાર્ટ બનાવવો બહુ જરૂરી છે.
ખરેખર ચોમાસા ની ઋતુ માં ફૂડ poisoning
અને પેટ ખરાબ થવાની સમસ્યા વધી જાય છે. તેનું કારણ એ છે કે પાણી
તેમ જ ખાદ્ય પદાર્થ માં રહેલ બેક્ટેરિયા ના લીધે થવા વાળું સંક્રમણ, જે ના તો ખાલી તમારા પેટ ને ખરાબ કરે છે, પણ જાડા- ઊલટી જેવી સમસ્યાઓ ને જન્મ આપી ને
તમારા સ્વાસ્થ્ય ને બગાડે છે.

- આ સમય માં અંકુરિત અનાજ ન ખાવાની સલાહ છે. તેનું એ કારણ છે કે તેને વધારે સમય સુધી પાણી માં પલાળવા માં આવે છે. આવા માં તેમાં ખતરનાક બેક્ટેરિયા થઈ જાય છે.
- વરસાદમાં ગરમાગરમ ભજીયા અને સમોસા ખાવાની ઇચ્છા થતી હશે. પણ વાત જ્યારે સ્વાસ્થ્યની આવે તો તેનાથી દૂર રહેજો.
- પચવામાં મુશ્કેલ ભોજન અને અડદ, ચોળા જેવી દાળો ઓછી ખાઓ.
- દહીંમાંથી બનેલી વસ્તુઓનું સેવન પણ આ ઋતુમાં ઓછું કરો તો સારું.
- આ ઋતુમાં ફળોના રસનું સેવન સમજી-વિચારીને કરો. વરસાદમાં ફળ પાણીમાં પલળતા રહે છે આનાથી ફળોમાં રસની સરખામણીએ પાણી વધુ હોય છે.
- વરસાદમાં ચારે તરફ હરિયાળી હોવાથી શાકભાજીમાં કીડા-ઇયળો હોવાની આશંકા વધુ રહે છે. આવામાં પાંદડાવાળા શાકભાજીનું સેવન કરો તો ખાસ ધ્યાન રાખો.
- ચોમાસાની ઋતુમાં લીલા શાકભાજી ન ખાવાની સલાહ છે. આ ઋતુમાં લીલા શાકભાજીનું સેવન કરવાથી શરીરમાં ટેક્સિવ લેવલ વધી શકે છે. એવામાં બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. હકીકતમાં આ ઋતુમાં વાતાવરણમાં હ્યૂયૂમિડિટી વધારે રહે છે. જે બેક્ટેરિયા અને કિટાણુઓના પ્રજનનનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. તે પાંદડાઓ પર પ્રજનન કરે છે. જેના કારણે તેને ન ખાવું વધુ હિતાવહ રહેશે
- ચોમાસાની ઋતુમાં ઓછુ ખાવુ તમારા આરોગ્ય માટે લાભકારી છે, તેથી વૈજ્ઞાનિક રૂપે જોવા જઈએ તો શ્રાવણ મહિનો ઉપરાંત મોટાભાગના વ્રત તહેવાર આ ઋતુમાં આવે છે, જેના કારણે લોકો ઈશ્વરના નામે ઉપવાસ કરે છે, પરંતુ હકીકતમાં તેની પાછળનુ વૈજ્ઞાનિક કારણ તમારુ આરોગ્ય જ છે.


આ પણ વાંચો :