1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ/ હેલ્થ ટિપ્સ ગુજરાતી
Written By
Last Modified: સોમવાર, 24 માર્ચ 2025 (18:01 IST)

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

Early Dinner Benefits
આજની ભાગદોડ ભરી જીંદગીમાં આપણે મોટેભાગે આપણા ખાવા પીવાનો સમય અવગણતા હોઈએ છીએ. પણ સ્વસ્થ રહેવા માટે માત્ર હેલ્ધી ડાયેટ જ નહી પણ તેને યોગ્ય સમય પર ખાવુ પણ એટલુ જ જરૂરી છે.  રોજ સાંજે 7 વાગે ડિનર કરવાના અનેક ફાયદા છે.  જે આપણી ફિઝિકલ અને મેંટલ હેલ્થને સ્વસ્થ બનાવવામાં આપણી મદદ કરે છે. આવો જાણીએ જલ્દી ડિનર કરવાના શુ શુ ફાયદા છે.  
 
રોજ સાંજે 7 વાગે ડિનર કરવાના ફાયદા ?
 
 
પાચન તંત્રને મજબૂત બનાવે  
રાતનુ જલ્દી ડિનર કરવાથી અમારી પાચન તંત્રને ખાવાને પચાવવા માટે ખૂબ સમય લાગે છે. જ્યારે આપણે સાંજે 7 વાગે ડિનર કરે છે. તો સૂતા પહેલા લગભગ 3-4 કલાકનો ગેપ થાય છે. તેનાથી ખોરાક સારી રીતે પચી જાય છે અને પેટ સાથે જોડાયેલ સમસ્યાઓ જેવી કે એસીડિટી, ગેસ અને અપચાનો ખતરો ઓછો થાય છે.  
 
વજન કંટ્રોલ કરવામાં મદદ 
જલ્દી ડિનર કરવાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મોડી રાત્રે જમવાથી શરીરને ડિનરને પચાવવાનો ભરપૂર સમય મળતો નથી. જેનાથી કેલોરી બર્ન નથી થઈ શકતી અને વજન વધવાનો ખતરો રહે છે. સાંજે 7 વાગે ડિનર કરવાથી શરીરને એનર્જી મળે છે અને એકસ્ટ્રા કેલોરી જમા થતી નથી. 
 
ઉંઘની ક્વાલિટીમાં સુધાર  (Good Sleep)
રાતનુ ખાવાનુ જલ્દી ખાવાથી ઉંઘની ગુણવત્તામાં સુધાર થાય છે. મોડી રાત્રે જમવાથી પેટ ભારે રહે છે. જેનાથી ઉંઘમાં ખલેલ પડી શકે છે. સાંજે 7 વાગે ડિનર કરવાથી શરીરને આરામ મળે છે અને ઉંઘ સારી આવે છે. 
 
મેટાબોલિજ્મને પ્રોત્સાહન 
યોગ્ય સમય પર ડિનર કરવાથી મેટાબોલિજ્મ ઠીક રહે છે. જ્યારે આપણે સમય પર જમીએ છીએ તો શરીરને મેટાબોલિક રેટ સ્થિર રહે છે. જે એનર્જી લેવલને કાયમ રાખવામાં મદદ કરે છે. તેનાથી શરીરની કામ કરવાની ક્ષમતા વધે છે અને થાક ઓછો અનુભવાય છે.  
 
મેંટલ હેલ્થ માટે લાભદાયક  
ખાવાનો યોગ્ય સમય શારીરિક જ નહી પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. જલ્દી ડિનર કરવાથી તનાવ ઓછો થાય છે અને મન શાંત રહે છે. તેનાથી ઉંઘ સારી આવે છે અને મૂડ પણ સારો રહે છે. 
 
ઈમ્યુનિટીને મજબૂત બનાવે  
યોગ્ય સમય પર ખોરાક ખાવાથી શરીરની બીમારીઓ સામે લડવાની ક્ષમતા મજબૂત થાય છે. પાચન તંત્રને યોગ્ય રીતે કામ કરવાથી શરીરને પોષક તત્વ સારી રીતે મળે છે, જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. 
 
એનર્જીનો યોગ્ય ઉપયોગ  
જલ્દી ડિનર કરવાથી શરીરને એનર્જીનો યોગ્ય ઉપયોગ કરવાની તક મળે છે. તેનાથી શરીરની કામ કરવાની ક્ષમતા વધે છે અને આખો દિવસ એક્ટિવ રહેવામાં મદદ મળે છે.