શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 9 જાન્યુઆરી 2017 (16:04 IST)

આ સરળ ઉપાયો અજમાવીને કંટ્રોલમાં કરો Diabetes

ડાયાબિટીસ જેને આપણે શુગર કે મધુપ્રમેહ પણ કહીએ છીએ. આજે 5માંથી દરેક ત્રીજો માણસ આ બીમારીની ચપેટમાં છે. આ બીમારીથી ત્રસ્ત માણસ હંમેશા પોતાના ખાવા-પીવાની વસ્તુઓને લઈને પરેશાન રહે છે. કારણ કે તેને પૌષ્ટિક ખાવા સાથે સાથે ડાયાબીટીસને પણ કંટ્રોલમાં મુકવુ પડે છે. આ કશ્મકશમાં અનેકવાર તેને ન ઈચ્છવા છતા પણ એવુ ખાવાનુ ખાવુ પડે છે જે ભાવતુ નથી હોતુ. જેને ખાવાનુ વિચારતા જ ભૂખ મરી જાય છે.  
 
જો તમે કે તમારા ઘરનો કોઈ પણ સભ્ય ડાયાબિટીસનો શિકાર છે અને બેસ્વાદ ખાઈને બોર થઈ ચુક્યો છે તો તેમાં હિમંત હારવાની કે ગભરાવવાની કોઈ વાત નથી. કારણ કે ઘણા બધા એવા પણ આહાર ક હ્હે જે ડાયાબિટીસને કંટ્રોલ કરતા ફ્લેવર પણ આપે છે. 
 
આ આહારમાં એક છે સોયા. કેલોરી, ચરબી વગરનો અને સ્વાદિષ્ટ જમણ કરવાની આ શાનદાર રીત છે. આપણા દેશમાં આમ તો તેનો ખૂબ વધુ ઉપયોગ કરવામાં આવે છે. સોયાના ઉપયોગથી કોઈપણ વ્યંજનમાં વેરાયટી અને સ્વાદ વધારી શકાય છે. 
 
ડાયાબિટીસમાં કેવી રીતે ફાયદાકારક છે સોયા 
 
સોયાના પાન અને બીજમાં લાઈમોનીન અને યુજીનૉલ જેવા જરૂરી તેલ જોવા મળે છે. તેમા જોવા મળતા યુજીનૉલ એંટીસેપ્ટિક અને એનેસ્થેટિકના કારણે તેમા અનેક ચિકિત્સીય ગુણ હોય છે. ટાઈપ 2 ડાયાબિટીસવાળા રોગીઓ માટે ખૂબ જ લાભકારી હોય છે.  આ ઈંસુલીનના ઉતાર-ચઢાવ સાથે સાથે બ્લડ શુગરને પણ કંટ્રોલમાં કરે છે. તેનાથી હાડકાં મજબૂત થાય છે.
 
આ રીતે કરો સોયાનુ સેવન 
 
- તમે સોયાનૂ સૂપ, અથાણું, સલાદ, ન્યૂટ્રી અને અન્ય વ્યંજન બનાવીને ખાઈ શકો છો. તમે સોયાના લોટથી બનેલી રોટલીનું સેવન કરી શકો છો.  
- આજે ડુંગળી આદુ, લસણ, રાઈ, જીરુ અને લીલા મરચાંનો સ્પાઈસી તડકો લગાવીને કરી બનાવી શકાય છે. શિયાળામાં તેની કરી ખાવી ખૂબ લાભકારી સાબિત થાય છે. 
- તમે સોયાની તાજા અને સુકા પાનનો ઉપયોગ પાવડર બનાવીને દાળ કે કરીમાં પણ કરી શકો છો. આ સાથે જ તમે સોયાના પાનનું જ્યુસ પણ પી શકો છો. પાનને સારી રીતે ધોઈને બ્લેંડરમાં વાટીને પછી તેમા લીંબૂ અને ચપટીભરીને સંચળ નાખીને સવારે કે રાત્રે લો. 
 
ડાયાબિટીઝ ડાયેટ ચાર્ટ 
 
ડાયાબિટીઝવાળા લોકોને પ્રોટીન અને ઉચ્ચ ગુણવત્તાવાળા આહારનું સેવન કરવુ જોઈએ. તેમને દૂધ, દહી, પનીર, ઈંડા, માછલી, સોયાબીન વગેરેનુ સેવન વધુ કરવુ જોઈએ.  ઈંસુલિન લઈ રહેલ ડાયાબિટિક વ્યક્તિ અને ગોળીઓ લઈ રહેલ ડાયાબિટિક  વ્યક્તિએ ખોરાક યોગ્ય સમય પર લેવો જોઈએ. આવુ ન કરતા તેમને હાયપોગ્લાઈસીમિયા થઈ શકે છે. જેના કારણે કમજોરી, વધુ પડતી ભૂખ લાગવી, પરસેવો આવવો, ધુંધળુ કે ડબલ દેખાવવુ, હ્રદયના ધબકારા વધવા, ઝટકો આવવો અને ગંભીર સ્થિતિ થતા કોમામાં પણ જઈ શકે છે. 
 
- ડાયાબિટીસવાળી વ્યક્તિ થોડી-થોડી વારે(દર બે કલાક) પછી કંઈક ને કંઈક ખાતા રહેવુ જોઈએ.  એક જ ટાઈમ ઘણુ બધુ ન ખાવ. 
 
- ડાયાબિટીક વ્યક્તિને કાયમ પોતાની સ આથે કોઈ મીઠી વસ્તુઓ જેવી કે ગ્લુકોઝ, ખાંડ, ચોકલેટ અને મીઠા બિસ્કિટ મુકવા જોઈએ. જો તમને હાયપોલ્ગાઈસીમિયાના લક્ષણ દેખાય કે તરત જ આનુ સેવન કરો. 
 
- ડાયાબિટીસ રોગીને ખાવાના લગભગ એક કલાક પહેલા ઝડપી ગતિથી ચાલવુ અને સાથે વ્યાયામ અને યોગા પણ કરો. યોગ્ય સમયે ઈંસુલિન અને દવાઓ લેતા રહો. નિયમિત રૂપથી ચિકિત્સકની પાસે જઈને ચેકઅપ પણ કરાવો. 
 
- ઘી તેલ અને રિફાઈંડનુ સેવન દિવસમાં 4 ચમચીથી વધુ ન કરો.  રસોઈ નૉનસ્ટિક કુકવેયરમાં બનાવવી જોઈએ. લીલા પાનવાળા શાકભાજીનુ વધુ સેવન કરો. 
 
- હંમેશા ડબલ ટોન્ડવાળા દૂધનો ઉપયોગ કરો. ઓછી કેલોરીવાળો ખોરાક ખાવ. જેવા કે છાલટાંવાળા સેકેલા ચણા, મમરા, અંકુરિત અનાજ, સૂપ, સલાદ વગેરેનુ સેવન કરો. દહી અને છાશનુ સેવન કરવાથી ગ્લુકોઝનુ સ્તર ઓછુ રહે છે અને ડાયાબિટીસ પર કંટ્રોલ રહે છે. 
 
- મેથીદાણ (દરદરા વાટેલા) એક કે અડધી ચમચી ખાવાથી 15-20 મિનિટ પહેલા લેવાથી શુગર કંટ્રોલમાં રહે છે. ચોકરવાળા લોટની રોટલી ખાવ.  તમે તેમા સોયાબીનનો લોટ પણ ભેળવી શકો છો.