1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 11 માર્ચ 2017 (16:59 IST)

ખાવ જવનો લોટ, બીપી અને શુગર રહેશે દૂર

જવ વિશે ઓછા જ લોકો જાણે છે. પણ તેના ગુણ ખૂબ ચમત્કારિક હોય છે. તેના સેવનથી બીપી અને ડાયાબીટિસ નિયંત્રિત રહે છે.  આયુર્વેદ વિશેષજ્ઞ મુજબ તેના ફાયદા આ મુજબના છે. 
 
- જવનો લોટ બીપી અને ડાયાબીટિસના દર્દીઓ માટે ખૂબ લાભકારી છે. ઘઉના લોટમાં એજ માત્રામાં જુવારનો લોટ મિક્સ કરો અને તેની રોટલી બનાવીને ખાવ આ તણાવ દૂર કરશે નએ શરીરમાં શુગરને વધવાથી રોકશે. 
 
- ઘઉં. જવ અને ચણાને બરાબર માત્રામાં વાટીને લોટ બનાવવાથી જાડાપણું ઓછુ થાય છે અને આ ખૂબ પૌષ્ટિક પણ હોય છે. તેનાથી અંદરથી તાકત મળે છે અને શરીરમાં ઉર્જા બની રહે છે. 
 
- જવમાં ફોલિક વિટામિન જોવા મળે છે. તેને ખાવાથી પેટની બીમારી અને કિડનીની પથરીમાં આરામ મળે છે. જો કોઈને પણ ભૂલવાની બીમારી છે તો તેને જવનુ સેવન નિયમિત રૂપે કરવુ જોઈએ. તેનાથી આ બીમારી દૂર થાય છે. 
 
- જો કોઈનો તાવ ઉતરી શકતો નથી તો કાચા જવને વાટીને દૂધમાં પકવીને સત્તુ, સાકર, ઘી મઘ અને થોડુક દૂધ મિક્સ કરીને પીવાથી તાવ ઉતરી જાય છે.