બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 22 એપ્રિલ 2017 (11:20 IST)

Health Care - કેરી લલચાશો નહી.. તમને બીમાર કરી શકે છે

ગરમીની ઋતુમાં લોકો ઠંડા તરલ પદાર્થની સાથે સાથે ફળોનુ સેવન વધુ કરે છે. આરોગ્યપ્રદ રહેવા માટે ફળ ખાવા ખૂબ જરૂરી પણ માનવામાં આવે છે પણ મોસમ વગરનુ આ ફળ તમારા શરીરને ધીરે ધીરે ખોખલુ કરી રહ્યુ છે . કારણ કે આ ફળને સમય પહેલા પકવવા માટે કાર્બોઈડ અને એથલિન જેવા કેમિકલ્સની મદદ લેવામાં આવી રહી છે. વર્તમાન દિવસોમાં કેરીનુ વેચાણ આડેધડ થઈ રહ્યુ છે. કેરીના શોખીન લોકો તેને ખરીદીને મજાથી ખાઈ રહ્યા છે. પણ ફળના રાજા કેરીને પણ કાર્બોઈડ અને એથલિન સ્પ્રેથી પકવવામાં આવી રહ્યા છે. જ્યારે કે વૈજ્ઞાનિકો મુજબ કેરી માર્ચ પછી પાકવી શરૂ થાય છે અને આ માટે તેની યોગ્ય સીઝન મે અને જૂનમાં આવે છે. 
 
ખતરનાક છે આ કેમિકલ્સ 
 
કેરીને ઝડપથી પકવવા માટે આજકાલ એથલિન સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એથલિન એક હાઈડ્રોકાર્બન છે. કેમિકલ ઈંડસ્ટ્રીઝમાં તેનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. જ્યા કેરીને પકવવા માટે એક અઠવાડિયાનો સમય લાગે છે.  બીજી બાજુ આ સ્પ્રેની મદદથી કેરીને પકવવા ફક્ત 24થી 48 કલાક લાગે છે.  આ કેમિકલ્સ યુક્ત કેરીને ખાવી ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે તેમા આર્સેનિક અને ફોસ્ફોરસ હોય છે જે સ્વાસ્થ્યને ખૂબ નુકશાન પહોંચાડે છે. 
 
સ્વાસ્થ્ય પર ખરાબ અસર 
- ડોક્ટરો મુજબ આ કેરીને ખાવાથી આંતરડાની ગંભીર સમસ્યા અને અલ્સરની પરેશાની થઈ શકે છે. 
- પ્રેગનેંટ મહિલા દ્વારા ખાવામાં આવેલ આ કેમિકલવાળા ફળથી બાલકના સામાન્ય વિકાસમાં અવરોધ ઉભો થાય છે. 
- ન્યૂરોજિકલ સિસ્ટમ ડેમેજ થઈ શકે છે. 
- માથાનો દુખાવો, ચક્કર, ઉલટી અહી સુધી કે હાઈપોક્સિયાની તકલીફ પણ થઈ શકે છે. 
 
ઓળખવી શક્ય નથી 
 
મહત્વપૂર્ણ વાત તો એ છે કે આ પ્રાકૃતિક રૂપથી ઘાસની પેટીમાં પકવેલી કેરી અને કેમિકલ દ્વારા પકવેલી કેરીની ઓળખ કરવી મુશ્કેલ જ નહી અશક્ય છે.  બંને રીતે પાકેલી કરી એક જેવી પીળા રંગની જ દેખાય છે.