1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 21 ઑક્ટોબર 2020 (15:27 IST)

Ginger- આદુની ચા જ નહી, આદુંનું પાણી પણ છે ગુણકારી

Ginger આદુની ચા જ નહી, આદુંનું પાણી પણ છે ગુણકારી
આદુંનો ઉપયોગ આપણે બધા પોત-પોતાના ઘરમાં કરીએ છીએ. કેટલાક લોકો તેમનો ઉપયોગ મસાલાના રૂપમાં કરે છે. તો કેટલા ગાર્નિશિંગ માટે. તેના ફ્લેવરથી ભોજનનો સ્વાદ વધી જાય છે. આ ઉપરાંત તે બળતરા, એંટીફંગલ, એંટીબેક્ટીરિયલ અને એંટીવાયરલ ખૂબીઓથી પણ ભરપૂર હોય છે. તેના કારણે આ એક હેલ્થ ટિશ્યૂને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. આદુંને ઘણી રીતે ખાઈ શકાય છે પણ ચામાં તેનો ઉપયોગ વધારે ફાયદાકારી હોય છે. પણ આદુંની ચાની સાથે-સાથે આદુંનું  પાણી પણ સ્વાસ્થય માટે લાભકારી હોય છે. 
1. પાચનમાં મદદગાર- આદુનું પાણી શરીરમાં ડાઈજેસ્ટિવ જ્યૂસને વધારે છે. તેના સેવનથી પાચન ક્રિયામાં સુધાર આવે છે. 
 
2. ત્વચા સંબંધીએ રોગોને દૂર રાખે છે- આદુંનું પાણી પીવાથી લોહી સાફ થાય છે અને સ્કિન ગ્લો કરે છે. આ પિંપલ્સ અને સ્કિન ઈંફેકશનના ખતરાને પણ દૂર કરે છે. 
 
3. મધુમેહને કંટ્રોલ રાખે છે- આદુનું પાણી ડાયબિટીઝના દર્દીઓ માટે ખૂબ લાભકારી હોય છે. તેના નિયમિત સેવનથી શરીરનું બ્લડ  શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. એટલું જ નહી તેનાથી સામાન્ય લોકોમાં ડાયબિટીઝ થવાનો ખતરો પણ ઓછો થાય છે. 
 
4. દુ:ખાવાથી રાહત- આદુનું પાણી નિયમિત રૂપથી પીવાથી બ્લડ સર્કુલેશન ઠીક રહે છે અને મસલ્સમાં થનાર દુ:ખાવાથી રાહત મળે છે. સાથે જ માથાના દુ:ખાવામાં પણ ખૂબ ફાયદાકારી હોય છે. 
 
5. વજન કંટ્રોલમાં રાખે છે- આદુંના પાણીથી શરીરમાં મેટાબાલ્જિમ ઠીક રહે છે. તે રોજ પીવાથી શરીરનો વધારાનો ફેટ  ખત્મ થઈ જાય છે. 
 
6. કેન્સરથી રક્ષા- આદુમાં કેન્સર સામે લડનાર તત્વ હોય છે. તેનું  પાણી ફેફસાં, પ્રોસ્ટેટ, ઓવેરિયન, કોલોન, બ્રેસ્ટ, સ્કિન અને પેંક્રિએટિક કેન્સરથી રક્ષા કરે છે. 
 
7. રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે- આદુનું પાણી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે . દરરોજ તેને પીવાથી શરદી-ખાંસી અને વાયરલ ઈંફેકશન જેવા રોગના ખતરો ઘટી જાય છે.  આ  સિવાય આ કફની સમસ્યાને પણ દૂર કરે છે.