શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (12:33 IST)

Health Tips : લીલી બદામ Weight Lossમાં કરશે મદદ, આ 5 ફાયદા પણ જાણો

લીલા બદામ નટ્સ હોય છે. જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. સૂકા બદામની તુલનામાં તેમા અનેક પોષક તત્વ વધુ હોય છે.  આવો જાણીએ શુ શુ છે તેના ફાયદા. 
 
- લીલા બદામ સ્વાસ્થ્ય માટે સારા હોય છે  કારણ કે તે એંટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે અને શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢી શકે છે. આ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. 
- આ બદામ પેટ માટે સારા હોય છે. કારણ કે તેમા ઘણા વધુ ફાઈબર હોય છે. જે પાચન પ્રાક્રિયાને સુચારુ બનાવે છે અને કબજિયાતથી મુક્તિ અપાવે છે. 
- આ વાળ માટે પણ લાભકારી છે. કારણ કે તેમા વિટામિન, ખનિજ અને  બીજા અનેક પોષક તત્વ હોય છે. 
-લીલા બદામ ફોલિક એસિડનુ સારુ સ્ત્રોત છે. જે ભ્રૂણના મસ્તિષ્ક અને ન્યુરોલોજિકલ વિકાસમાં મદદ કરે છે.  તેમા રહેલ વિટામિન ઈ બાળકોને અસ્થમાના જોખમથી બચાવે છે. 
 
આ રાખો સાવધાની 
 
- સૂકા બદામના કરતા લીલા બદામમાં પાણીની માત્રા વધુ  હોય છે અને ફાઈબર પણ વધુ હોય છે. તેથી ગરમીની ઋતુમાં સૂકા બદામના મુકાબલે લીલા બદામ વધુ ખાઈ શકાય છે.  
- લીલા બદામમાં પાણી અને ફાઈબરની માત્રા ભરપૂર હોવાને કારણે આ ગરમીની ઋતુમાં પાચનમાં પણ વધુ મદદ કરે છે. આમ તો લીલા બદામને ખાવાની માત્રા ડાયેટ પર આધારિત છે. પણ સામાન્ય રીતે આઠથી દસ બદામ એક દિવસમાં ખાઈ શકાય છે. 
- લીલા બદામમાં પોટેશિયમ વધુ હોય છે. તેથી જેમને કિડની સાથે જોડાયેલ પરેશનઈ હોય તેમણે ડોક્ટરની સલાહ પછી જ તેનુ સેવન કરવુ જોઈએ. 
- આમ તો લીલા બદામના છાલટા ખાઈ શકાય છે. પણ તેને કોઈ આ રીતે ન ખાવા માંગતુ હોય તો તેને ઑલિવ ઓયલ સાથે પણ ખાઈ શકાય છે.