હાડકાના દુખાવા માટે કોઈ વરદાનથી કમ નથી આ સફેદ ફુલોવાળો છોડ, જાણો તેના ફાયદા
સુદર્શનના છોડના પાન, ફુલ અને જડ બધા તમારા આરોગ્ય માટે ખૂબ ઉપયોગી હોય છે. તેનો ઉપયોગ તાવ સાથે કાનમાં દુખાવો, સાંધાનો દુખાવો, બવાસીર પેટના કીડા અને ત્વચા સાથે જોડાયેલ સમસ્યાઓમા કરવામા આવે છે.
પહોળા પાનવાળા સુદર્શનના છોડ દેખાવમાં જેટલા સુંદર લાગે છે એટલાજ આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભકારી હોય છે. આર્યુવેદમાં આ છોડને ગંભીરથી ગંભીર બીમારીઓ દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે આ છોડથી બનેલ ઔષધિઓની કોઈ સાઈડ ઈફેક્ટ હોતી નથી.
આ છોડને જ્વરનાશકના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ છોડનુ જેવુ નામ છે એવુ જ કામ છે. આયુર્વેદિક ચિકિત્સક મુજબ સુદર્શન ખૂબ મહત્વપૂર્ણ છોડ છે. જેના સફેદ રંગના ફુલ ઉગે છે. તેમા એંટીઓક્સીડેંટ ગુણ જોવા મળે છે.
સુદર્શનના છોડમાં એંટીઓક્સીડેંટ, એંટી માઈક્રોબિયલ, એંથેલમિટિંક જેવા અનેક ગુણ જોવા મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. સુદર્શનન છોડના પાન, ફુલ અને જડ બધા આપણે માટે ખૂબ જ ઉપયોગી છે.
તેનો ઉપયોગ તાવની સાથે સાથે કાનમાં દુખાવો, સાંધાનો દુખાવો, બવાસીર, પેટની સમસ્યાઓ વગેરેમાં કરવામાં આવે છે. સુદર્શનના પાનનો કાઢો બનાવીને તમે તેનો ઉપયોગ કરી શકો છો. શિયાળામાં આ કાઢો ખૂબ જ લાભકારી હોય છે. જો કે તમે હંમેશા તેને પિતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
તેના પાનને વાટીને તેનો રસ લગાવવાથી હાડકાના દુખાવામાં ઘણી રાહત મળે છે. આર્થરાઈટીસના દુખાવામાં પણ તેના પાનને ગરમ કરીને ઓલિવ ઓઈલ સાથે લગાવવાથી ઘણો ફાયદો થાય છે. કાનના દુખાવાની સ્થિતિમાં પણ તેના પાનનો રસ નિચોવીને તેનો ઉપયોગ કરવાથી થોડા સમયમાં આરામ મળે છે.
સુદર્શનને સાંધાના દુખાવા માટે પણ રામબાણ માનવામાં આવે છે. તેના મૂળને પીસીને સાંધાના દુખાવાની જગ્યા પર લગાવો. તેનાથી સાંધાના દુખાવામાં રાહત મળશે. જો આ દવાની ગોળીઓ અને ઉકાળો વાપરવામાં કોઈ સમસ્યા હોય તો તમે તેનો પાવડર સ્વરૂપે પણ ઉપયોગ કરી શકો છો.