મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 9 ઑગસ્ટ 2020 (05:39 IST)

હેલ્થ ટીપ્સ - સંક્રમણથી બચાવતા વનસ્પતિ-ફળ-મસાલાં

આપણી આજુ બાજુ ઘણી પ્રાકૃતિક ઔષધિઓ હાજર હોય છે. જેના વિશે આપણે અજાણ હોઈએ છીએ. ઘણીવાર આપણે જાણવા છતાં પણ તેનો યોગ્ય ઉપયોગ નથી સમજી શક્તા. ઘણી વનસ્પતિ, ફળ અને મસાલા એવા હોય છે જે સંક્રમણથી બચાવવામાં કારગર સાબિત થાય છે. પ્રસ્તુત છે આવા જ કેટલાક ઉપાયો.
 
 તમારી આજુબાજુના વાતાવરણને શુદ્ધ રાખવા માટે લીમડો અને કપૂર સળગાવો, આ ગંધમાં બેક્ટેરિયારોધી તત્વ હોય છે.
 
- લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીને પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારી છે.
 
- આદુ અને લસણને તમારા ભોજનનો એક મુખ્ય ભાગ બનાવો. આદુ અને લસણમાં પણ બેક્ટેરિયારોધી તત્વ હોય છે.
- એક સફરજન રોજ ખાવાનો નુસખો સૌથી સારો છે. આ ઉપરાંત તમે સફરજન કાપીને તેની પર લીંબુ, કાળા મરીનો પાવડર અને થોડુ મીથુ નાખીને ખાઈ શકો છો. આ પાચન ક્રિયા માટે સારો ઉપાય છે.
 
- 4 કપ પાણીમાં 25 તુલસીનાપાન ઉકાળીને ઠંડા કરો. બાળકોને આની થોડી માત્રા પીવા માટે આપો. તુલસીના પાનનું આ પાણી કોઈપણ પ્રકારના ફ્લૂને ભગાડવામાં મદદરૂપ હોય છે.
- યૂકેલિપ્ટસનું તેલ નાકમાં લગાડવાથી ગંભીરથી ગંભીર પ્રકારનો ફ્લૂ ફેલાવનારા વાયરસથી બચી શકાય છે. તેના તેલના થોડાંક ટીપા તમારા રૂમાલ પર લગાવીને રાખો. આનાથી મોસમી સંક્રમણથી બચી શકાય છે.
 
- થોડીક તજને બે કપ પાણીમાં ઉકાળો અને પી જાવ.
- તમારા ભોજનમાં કાળામરી અને હળદરનો પણ ઉપયોગ કરો. આ સંક્રમણ રોકવામાં મદદરૂપ છે.
 
- મધ અને આદુ આ બંને વાયરલ ઈંફેક્શનને રોકવામાં મદદરૂપ છે.
 
- સવારે સાધારણ ગરમ પાણી પીવુ પણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે.