શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 20 જુલાઈ 2019 (08:30 IST)

હેલ્થ ટિપ્સ - રોજ પીવો એક ગ્લાસ દૂધીનુ જ્યુસ, વજન ઘટશે અને કબજિયાત પણ દૂર થશે

- દૂધી શરીરને ઠંડક આપે છે તેના જ્યુસમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે. આ કારણે શરીર પરસેવા, પેશાબ કે બીજી રીતે પાણી ગુમાવ્યુ હોય તે શરીરને પાછુ મળી જાય છે અને શરીરમાં ઠંડક જળવાઇ રહે છે.
 
 દૂધીનો જ્યુસ વજન ઘટાડવામાં મદદ રે છે. ખાસ કરીને કોન્સ્ટિપેશનની સમસ્યા હોય તેવા દર્દીઓ માટે તે ખૂબ જ લાભકારક પૂરવાર થાય છે.
 
- દૂધીના જ્યુસમાં વિટામિન સી, વિટામિન બી, સોડિયમ, આર્યન, પોટેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેનામાં ફેટ અને કોલેસ્ટ્રોલ ઘટાડવાના ગુણ હોય છે. આ ઉપરાંત તે શરીરના બધા ઝેરી તત્વો ખેંચી શરીરને શુદ્ઘિકરણ કરી નાખે છે.
 
- આ શરીરમાં રહેલા નકામા તત્વોને ખેંચીને શરીરની બહાર ખેંચી કાઢે છે. પેશાબ માર્ગમાં કોઈ સમસ્યા હોય તો તેમાં પણ દૂધીના જ્યુસને કારણે લાભ મળે છે. તેમાં લીંબુનો રસ ઉમેરવાથી વધુ ફાયદો મળે છે.