સોમવાર, 1 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોલાપુર: , સોમવાર, 1 ડિસેમ્બર 2025 (09:57 IST)

મહારાષ્ટ્ર - લગ્ન પછી દેવદર્શન માટે કારમાં જઈ રહ્યો હતો પરિવાર, ટ્રક સાથે ટક્કરમાં 5 લોકોના મોત

Maharashtra
મહારાષ્ટ્રના સોલાપુરથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. તુળજાપુરમાં દેવદર્શન માટે નીકળેલા નવવિવાહિત કપલની કારનો ભીષણ અકસ્માત થયો છે. આ એક્સીડેંટમાં 5 લોકોનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ છે. આ ઘટનામાં  નવવિવાહિત દંપતિ ગંભીર રૂપથી ઘાયલ થયા છે. 
 
શું છે આખો મામલો?
બાર્શી તાલુકાના પાંગરી ગામમાં એક કાર અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થતાં આ દુ:ખદ ઘટના બની. પાંગરી ગામ નજીક જાંભલાબેટ પુલ પર થયેલા અકસ્માતમાં કાર ચકનાચૂર થઈ ગઈ. મૃતકોમાં ગૌતમ કાંબલે, જયા કાંબલે, સંજય વાઘમારે, સારિકા વાઘમારે અને એક અન્ય મહિલાનો સમાવેશ થાય છે.
 
ચાર દિવસ પહેલા જ લગ્ન કરનાર અનિકેત ગૌતમ કાંબલે અને મેઘના અનિકેત કાંબલે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે બાર્શીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
 
પ્રાથમિક માહિતી મુજબ, અનિકેત અને મેઘનાના લગ્ન 26 નવેમ્બરના રોજ થયા હતા. પરિવાર તેમને મંદિરમાં દર્શન કરવા માટે તુલજાપુર લઈ જઈ રહ્યો હતો ત્યારે આ દુ:ખદ અકસ્માત થયો.