શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 18 ઑક્ટોબર 2017 (14:31 IST)

સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર છે તુલસી(ચિયા)ના બીજ

ફાલૂદામાં કાળા રંગનાં વપરાતાં બીજને હિન્દીમાં ચિયા બીજ  અને ગુજરાતીમાં તકમરિયાં કહેવાય છે. ચિયા બીજ એના જેવાં જ હોય છે જે પાણીમાં નાખીએ ત્યારે ફૂલે છે અને પછી તે ખવાતાં હોય છે. ફૂલી ગયા બાદ એ થોડાં ચીકણાં બની જતાં હોય છે. એમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. એન્ટિ-એજિંગ માટે ઉપયોગી છે અને કેન્સર જેવા રોગોથી રક્ષણ કરે છે. આ બીજમાં કેલ્શિયમની અઢળક માત્રાની સાથે-સાથે એમાં મેન્ગેનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવાં ખનિજ તત્વો હોય છે જે હાડકાં મજબૂત કરે છે. એમાંથી પાલક કરતાં પણ વધુ આયર્ન અને સંતરાં કરતાં પણ વધુ વિટામિન સી મળે છે. વળી તે ગ્લુટન-ફ્રી છે જેથી પાચન માટે ઘણા લાભદાયી છે. એ ખાવાથી ભૂખ ઓછી લાગે છે. આમ એ વેઇટ-લોસ માટે પણ ઉપયોગી છે.
 
કેવી રીતે ખાશો 
 
ચિયા સીડને આપણે તુલસીના બીજ પણ કહીએ છીએ.  આ શરીરમાં પાણીની માત્રા કાયમ રાખવામાં પણ સહાયક હોય છે.  તમે તેને પલાળીને દહી સલાદ કે અન્ય રીતે પણ ખાઈ શકો છો.. 
 
ફાયદા 
 
સોજા પર કંટ્રોલ - આ બીજને નિયમિત સેવનથી ઈનફ્લામેશન મતલબ સૂજન પર નિયંત્રણમાં સહાયતા મળે છે. આ સોજો શરીરના ક્ષરણ કરનારા અનેક રોગોનુ કારણ છે.  
 
જાડાપણાનો ઘટાડો 
 
વજન ઓછુ કરવા માટે તુલસી પ્રજાતિના બીજ ખૂબ સહાયક હોય છે કારણ કે આ તમારી ભૂખને દબાવે છે.. 
 
 
કોલેસ્ટ્રોલ પર કંટ્રોલ 
 
આ ઓમેગા-3 ઓયલનુ સૌથી મોટુ સ્ત્રોત છે. આ ઓઈલને હ્રદય અને કોલેસ્ટ્રોલ સંબંધી સમસ્યાઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. 
 
હ્રદય રોગ અને કેંસરનો બચાવ 
 
આ બીજોમાં એંટી ઑક્સીડેંટ્સ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ શરેરમાંથી ફ્રી રૈડીકલ્સને બહાર કાઢવામાં ખૂબ સહાયક હોય છે.  ફ્રી રૈડીકલ્સનો સીધો સંબંધ હ્રદય રોગ અને કૈસર સાથે છે. 
 
તંત્રિકા તંત્રને મજબૂત કરવી 
 
આ બીજ વનસ્પતિ આધારિત પ્રોટીનનો ખૂબ સારો સ્ત્રોત છે.. ઓમેગા-3 વસીય અમ્લ મસ્તિષ્ક કોશિકાઓ અને તંત્રીય તંત્રને મજબૂત કરી અલ્જીમર્સ અને પાગલપન જેવા રોગોથી બચાવે છે. 
 
તાપમાનને કંટ્રોલ રાખવો 
 
આ શરીરના તાપમાનને નિયંત્રિત રાખવુ છે. તેમા લોખંડ, ઓમેગા-3 ફૈટી એસિડ, પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરેલા હોય છે. આ ગુણોને કારણે આ બીજ આપણી આંતરિક તાકને બનાવી રાખવામાં સહાયક હોય છે.