રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 11 સપ્ટેમ્બર 2024 (09:24 IST)

રોજ 1 ચમચી મધ તમારા શરીરને બનાવશે સ્ટ્રોંગ, જાણો ક્યારે અને કેવી રીતે ખાવું?

Honey for Health - આજકાલની લાઈફસ્ટાઈલમાં રોગોની વધતી સંખ્યા વચ્ચે સ્વસ્થ રહેવું કોઈ પડકારથી કમ નથી. લોકો ખૂબ જ નાની ઉંમરે વિવિધ રોગોથી પીડાવવા લાગ્યા છે. જેનું મુખ્ય કારણ અનહેલ્ધી ડાયેટ અને ખરાબ ટેવો છે. આવી સ્થિતિમાં સ્વસ્થ રહેવા માટે આયુર્વેદનો માર્ગ શ્રેષ્ઠ છે. આયુર્વેદ અનુસાર ખાવા-પીવામાં ઘણી એવી વસ્તુઓ છે જે શરીરને ગંભીર રોગોના ભયથી બચાવે છે. આયુર્વેદમાં જ મધને એક ઔષધીનો દરજ્જો આપવામાં આવ્યો છે. મધ માત્ર સુંદરતા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આવો અમે તમને જણાવીએ કે રોજ 1 ચમચી મધનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને શું ફાયદો થશે.
 
પોષક તત્વોથી ભરપૂર છે મધ 
 
મધમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. આ ઉપરાંત તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામીન A, B, C, ઝિંક, કોપર, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ જેવા ઘણા પોષક તત્વો પણ મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે.
 
આ સમસ્યાઓમાં અસરકારક છે મધ  - 
 ઈમ્યુનિટી વધારે છે -  મધનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ ઉપરાંત, તે શરદી અને ઉધરસમાં રાહત અપાવવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. આ માટે તેને આદુ અને તુલસીના પાન સાથે મિક્સ કરીને ખાઓ. જો તમને રાત્રે ઊંઘમાં તકલીફ થતી હોય તો બે ચમચી મધ ખાઓ અને સૂઈ જાઓ. તેનાથી તમને ઝડપથી ઊંઘ આવશે
 
ડાયજેશનમાં સુધારોઃ જો તમારી પાચનક્રિયા હંમેશા બગડી જતી હોય તો તમારે તમારા રોજિંદા જીવનમાં મધનો ઉપયોગ કરવો જોઈએ. મધનું સેવન કરવાથી તમારી પાચનક્રિયા તો સુધરવા સાથે પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ પણ દૂર કરશે.
 
વજન ઓછું કરે - જો તમે જાડાપણાથી છૂટકારો મેળવવા માંગતા હોય તો નવશેકા પાણીમાં એક ચમચી મધ નાખીને રોજ સવારે પીઓ. થોડા દિવસોમાં તમને સ્થૂળતાથી રાહત મળશે.
 
સ્કીનની કરે દેખરેખ : તમારી સુંદરતા વધારવામાં મધનો કોઈ મુકાબલો નથી. આનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા ચમકવા લાગશે.
 
મધનું સેવન કરવાની યોગ્ય રીત અને યોગ્ય સમય - 
દરરોજ સવારે હુંફાળા પાણીમાં એક ચમચી મધ ભેળવીને તેનું સેવન કરી શકાય છે. તમે બે ચમચી મધમાં એક ચમચી આદુનો રસ ભેળવીને તેનું સેવન કરી શકો છો. હૂંફાળા દૂધમાં એક ચમચી મધ મિક્સ કરીને તમે દરરોજ તેનું સેવન કરી શકો છો. એકથી બે ચમચી મધ પણ ડાયરેક્ટ રોજ પી શકાય છે. તમે નવશેકા પાણીમાં લીંબુ ભેળવીને અને તેમાં મધ ઉમેરીને પણ તેનું સેવન કરી શકો છો.

Edited by - kalyani deshmukh