બુધવાર, 24 ડિસેમ્બર 2025
  1. ધર્મ
  2. શીખ
  3. શીખ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 24 ડિસેમ્બર 2025 (12:17 IST)

Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ 2025 માં ક્યારે છે, વીર બાલ દિવસ કેમ ઉજવાય છે, શુ છે સાહિબજાદાની શહીદીનો ઈતિહાસ

veer bal divas
veer bal divas
Veer Bal Diwas 2025 date: સિખ ધર્મના દસમા ગુરૂ શ્રી ગોવિંદ સિંહના બંને પુત્રો ની શહીદીને સન્માન અપવા માટે ઉજવાય છે. આ એ જ તારીખ છે જે દિવસે તેમના નાના પુત્રો - સાહિબ જાદા જોરાવ સિંહ (વય 7 વર્ષ) અને સાહિબજાદા ફતેહ સિંહ ( વય 9 વર્ષ) ને વજીર ખાને જીવતા જ દિવાલમાં ચણી દીધા હતા. તેમના સન્માનમાં 2022 થી વીર બાલ દિવસ ઉજવાય છે.  
 
ભારતમાં દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુરુ ગોવિંદ સિંહજીના ચાર પુત્રો, ખાસ કરીને નાના સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહની બહાદુરી અને બલિદાનને સમર્પિત છે. આ દિવસે શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદ સિંહજીના બે નાના સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. જ્યારે શહીદ થયા ત્યારે જોરાવરની ઉંમર માત્ર 9 વર્ષની હતી અને ફતેહની ઉંમર માત્ર 7  વર્ષની હતી. 
 
વીર બાલ દિવસ કેમ ઉજવાય છે 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 માં ગુરૂ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વના દિવસે 26 ડિસેમ્બરના રોજ વીર બાલ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. વીર બાલ દિવસને સાહિબજાદો બાબા જોરાવર સિંહ જી અને બાબા ફતેહ સિંહ જી ની શહીદીની સ્મૃતિમાં ઉજવાય છે. વીર બાલ દિવસ 2025 માં 26 ડિસેમ્બર, ના દિવસે શુક્રવારે ઉજવવામાં આવશે.  
 
 ગુરૂ ગોવિંદ સિંહજી ના ચાર પુત્રો હતા - અજીત સિંહ, જુઝાર સિંહ, જોરાવર સિંહ અને ફતેહ સિંહ. વર્ષ 1699 માં ખાલસા પંથની સ્થાપના પછી આ ચારેય સાહિબજાદો ખાલસાના મહત્વપૂર્ણ અંગ બની રહ્યા. 
 
1705 માં જ્યારે પંજાબ પર મુગલોનુ શાસન હતુ. તેઓ ગુરૂ ગોવિંસ સિંહ જી ને પકડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હતા. આ સંઘર્ષ દરમિયાન ગુરૂ ગોવિંદ સિંહ પોતાના પરિવારથી જુદા થઈ ગયા. તેમની પત્ની માતા ગુજરી પોતાના નાના પુત્રો જોરાવર સિંહ (7 વર્ષ) અને  ફતેહ સિંહ (9 વર્ષ) ની સાથે જ રસોઈયા ગંગૂની સાથે સંતાઈને રહેવા લાગી. પણ લાલચમાં આવીને ગંગૂ એ તેમને સરહિંદના નવાબ વજીર ખાનના હવાલે કરી દીધા. આ પહેલા મોટા સાહિબજાદા અજીત સિંહ અને જુઝાર સિંહ યુદ્ધમાં વીરગતિ પામી ચુક્યા હતા.  
 
વજીર ખાનને માતા ગુજરી અને બંને પુત્રો સાહિબજાદાને અત્યાચારોથી દબાવવા અને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કર્યા પણ તેમણે પોતાના ધર્મ સાથે સમજૂતી કરવાની ના પાડી દીધી. ત્યારબાદ 26 ડિસેમ્બરના રોજ બંને નિર્દોષ સાહિબજાદોને દિવાલમાં જીવતા ચણી દેવામાં આવ્યા. આ સમાચાર સાંભળતા જ માતા ગુજરીએ પણ પ્રાણ ત્યજી દીધા.  
 
તેમના અમર શહીદીની સ્મૃતિમાં 2022થીદ દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે.  
 
વીર બાલ દિવસનુ મહત્વ 
26 ડિસેમ્બર 1705 ના રોજ સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહએ ધર્મ અને સત્યની રક્ષા માટે પોતાના પ્રાણોનુ બલિદાન આપ્યુ હતુ. વીર બાલ દિવસ તેમની સાથે સાથે ગુરૂ ગોવિંદ સિંહજીના ચારેય પુત્રોના સાહસ, બલિદાન અને અટલ વિશ્વાસનુ સન્માન કરવાનો દિવસ છે. આ દિવસ ભારતીય ભારતીય ઈતિહાસના એ ગૌરવપૂર્ણ અધ્યાયની યાદ અપાવે છે અને આવનારી પેઢીઓને સાહસ, સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે.