ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (12:47 IST)

શરદી-ખાંસીથી પરેશાન છો તો લો વરાળ(નાસ), જાણો 5 સરસ ફાયદા

ચોમાસું હોય કે શિયાળા શરદી-ઉંઘરસ થવું એક સામાન્ય વાત છે. શરદી અને ત્વચાની સારવાર, નાસ કે વરાળ લેવું એક સરસ ઉપાય છે. વગર કોઈ સાઈડ ઈફેક્ટના, ઘણા સ્વાસ્થય અને આરોગ્યના ફાયદા તમને જરૂર ખબર હોવી જોઈએ નાસ કે વરાળ લેવાના આ 5 ચમત્કારિક ફાયદા 

 
1. શરદી-ખાંસી અને ઉંઘરસ થવાની સ્થિતિમાં વરાળ લેવી એક રામબાણ ઉપાય છે. વરાળ લેવાથી ન માત્ર તમારી શરદી ઠીક થશે પણ ગળામાં થતું કફ પણ સરળતાથી નિકળી જાય છે અને તમને કોઈ પણ રીતની પરેશાની નહી થશે. 
 
2. ત્વચાની ગંદગીને હટાવીએ અંદર સુધી ત્વચાની સફાઈ કરવા અને ત્વચાને પ્રાકૃતિક ચમક આપવા માટે વરાળ લેવું સારું ઉપાય છે. વગર કોઈ મેકઅપ પ્રોડ કટ ઉપયોગ કરી આ ઉપાય તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવી શકે છે. 
 
3. ચેહરાની ડેડ સ્કિન હટાવવા અને કરચલીઓ ઓછી કરવા માટે પણ ભાપ લેવું એક સરળ ઉપાય છે. આ તમારી ત્વચાને તાજગી પણ આપે છે. જેનાથી તમે તાજા રહેશો. ત્વચામાં ભેજ પણ જાણવી રહે છે. 
 
4. જો ચેહરા પર ખીલ છે, તો ચેહરાને નાસ આપો. તેનાથી રોમછિદ્રમાં જામેલી ગંદગી અને સીબમ સરળથી નિકળી જશે અને તમારી ત્વચા સાફ થઈ જશે. 
 
5. અસ્થમા જેવી સ્વાસ્થય સમસ્યાઓમાં પણ ભાપ લેવું ફાયદાકારી સિદ્ધ હોય છે. ડાક્ટર્સ એવી પરિસ્થિતિમાં નાસ લેવાની સલાહ આપે છે. જેનાથી દર્દીને રાહતની શ્વાસ મળી શકે.