શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 28 ઑગસ્ટ 2017 (10:46 IST)

Health Care - ચોમાસામાં શુ ખાશો શુ નહી ?

આપણે દરેક બદલતી ઋતુમાં આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવુ પડે છે. ભલે તે ઋતુ શરદીની હોય કે પછી વરસાદની. આપણે કાયમ બદલતી ઋતુમાં આરોગ્ય વિશે થોડુ ધ્યાન રાખવુ જોઈએ. કારણ કે વર્તમાન દિવસોમાં આરોગ્ય સાથે જોડાયેલ અનેક બીમારીઓ થઈ જાય છે.  આ દરમિયાન મોટાભાગે લોકો બીમાર પડી જાય છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે આપણે ખાવા-પીવા અને સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. થોડી કેયર તમને આ પરેશાનીથી બચાવી શકે છે અને આ સમય આરોગ્યની સાથે સાથે વરસાદનો પણ આનંદ ઉઠાવી શકો છો. 
 
તો આ કેયર શુ છે આવો જાણીએ... 
 
વરસાદના દિવસોમાં ઋતુમાં ખૂબ ભેજ રહે છે તેથી આપણને તરસ ઓછી લાગે છે છતા પણ પર્યાપ્ત માત્રામાં પાણી અને લિકવિડ આહાર લેવો જોઈએ. બ્રેકફાસ્ટમાં સવારે તમે ગ્રીન ટી સાથે સ્પ્રાઉટ્સ, ઉપમા, ઇડલી ઓટ્સ કે ટોસ્ટ લો. ગ્રીન ટી માં એંટીઓક્સીડેંટ્સ હોય છે જે પ્રાદૂષિત વાતાવરણથી સુરક્ષિત કરે છે. લંચમાં તમે તેલથી બનેલ ખાદ્ય પદાર્થો ન ખાશો કે તળેલુ ખાવાથી બચો. શાક અને દાલ સાથે સલાદ, કાકઈ અને રાયતા અને મિક્સ લોટની રોટલી ખાઈ શકો છો. મિસ્સી ચપાતી પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે. સાંજે 4 વાગ્યે સેકી લો. વર્તમાન દિવસોમાં કેરી અને પપૈયુ બજારમાં મળી રહ્યા છે. 

પપૈયુ  વિટામિન એ નુ સારુ સ્ત્રોત હોય છે. સૂપ આરોગ્યની સાથે સાથે સ્વાદમાં પણ સારુ છે. વરસાદની ઋતુમાં મિક્સ વેજ સૂપ સારુ હોય છે. તેનાથી તમે ડેલી રૂટીનમાં જોડાઈ શકો છો. રાત્રે ડિનરમાં તમે ખાવાની સાથે સાથે સલાદ, ફ્રૂટ સલાદને જરૂર લો. સાથે જ લાઈટ ભોજનની સાથે મોસમી શાકભાજીઓનુ સેવન લાભદાયક હોય છે. રાત્રે સૂતા પહેલા દૂધ જરૂર પીવો. પણ આ વાતનુ વિશેષ ધ્યાન રાખો કે દૂધ કુણું હોવુ જોઈએ. સાથે જ એ દૂધમાં ચપટી હળદર મિક્સ કરી લો. આ ત્વચા માટે લાભકારી હોય છે. ફળોનુ સલાદ બનાવીને રોજ ખાવ. બહારનું બિલકુલ ખાશો નહી.