બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 7 જુલાઈ 2022 (19:08 IST)

ગોળ અને જીરાનુ પાણી ચરબી ઓછી કરવા સાથે અનેક બીમારીઓથી બચાવશે

health benefits
જીરું અને ગોળ બન્ને શરીરને સ્વસ્થ રાખે છે. તેમાથી મળનારા ખનિજ પદાર્થ અને પોષક તત્વ લાલ રક્તકણો વધારવામાં મદદ કરે છે. જીરાના પાણીમાં ગોળમાં નાખીને પીવાથી લોહીની ઉણપની સાથે શરીરમાં ઘણી બિમારીઓથી પણ બચી શકાય છે. જીરા અને ગોળનું પાણી પીવાથી ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ દૂર થાય છે. જે લોકો ડાયેટ ઉપર હોય તેઓ પણ આ પાણી પી શકે છે. આ પાણી નું સેવન કરવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે. 
 
જે મહિલા ઓને માસિક નો સમય નક્કી નથી રહેતો અને તે સમયે અનિયમિતતા આવે છે. તેઓ ને આ પાણી પીવું જોઈએ. આ પાણી એમના માટે પણ ખુબ જ ફાયદા કારક છે.તેમનો સમય નિયમિત થઇ જશે. અને એટલું જ નહિ આ સમયે થતા દુખાવા માં પણ રાહત મળશે. શિયાળામાં સાંધાનો દુખાવો થવો સામાન્ય વાત છે. આ પાણી પીવાથી શરીર માં સાંધા નો દુખાવો દુર થઇ જાય છે.  સાથે કમર ના દુખાવા માં પણ રાહત મળે છે.
 
જીરું અને ગોળ બંને માં ખુબ જ જરૂરી તત્વો રહેલા છે. જીરું અને ગોળમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જેથી શરીરને શક્તિ મળે છે. શરીરમાં ઉર્જાનું પ્રમાણ યોગ્ય રાખવા માટે સવારે ભૂખ્યા પેટે ગોળ અને જીરાના પાણીનું સેવન કરવું જોઇએ. જેના થી આખો   દિવસ તમે એનર્જી યુકત રહેશો. અને જે લોકો ને શરીર માં લોહી ની કમી છે  તેઓ એ પણ આ પાણી પીવું જોઈએ.  જેના લીધે શરીર માં રક્ત્કાનો વધે છે. અને સાથે આ પાણી  રહેલા તત્વો લોહી માં રહે;ઈ અશુદ્ધિ કાઢી અને લોહી ને શુદ્ધ બનાવે છે.
 
જીરું અને ગોળમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જેથી શરીરને ઉર્જા મળે છે. શરીરમાં ઉર્જાનું પ્રમાણ યોગ્ય રાખવા માટે સવારે ભૂખ્યા પેટે ગોળ અને જીરાના પાણીનું સેવન કરવું જોઇએ.
 
 શરીરમાં લોહીની ઉણપ તેમજ એનીમિયાની સમસ્યા થવા પર ગોળ અને જીરાનું પાણી પીવું જોઇએ. જેમા રહેલા પોષક તત્વ લોહીમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે.
 
આ રીતે બનાવો ગોળ જીરાનુ પાણી - 2 કપ – પાણી,  ચમચી – ગોળ, 1 ચમચી – જીરું
રીત - ગોળ અને જીરાનું પાણી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો. તેમા 1 ચમચી ગોળ અને 1 ચમચી જીરું ઉમેરી તેને ઉકાળો. તે બાદ આ પણીને ઠંડુ થવા દો. સાવરે ભૂખ્યા પેટે આ પાણીનું સેવન કરવાથી ઘણાં ફાયદા થાય છે.