તમને પણ જમતાં જમતાં વચ્ચે પાણી પીવાની ટેવ છે? તો કરો એક નજર....

માનવામાં આવે છે કે પાણી આપણા શરીરને તરોતાજા રાખે છે. સ્વસ્થ રહેવું છે તો ઈશ્વરની આ દેનનો ભરપૂર આનંદ ઉઠાવો. પાણી પીવાથી પાચન તંત્ર પાકૃત્તિક રૂપે સારું રહે છે. સવારે ઉઠતા જ એક ગ્લાસ પાણી પીવાથી પેટ સાફ રહે છે, સાથે જ આથી કબજિયાતની સમસ્યા થતી નથી. સાથે જ ત્વચા પણ ચમકવા લાગે છે.આ તો બધા જાણે છે કે પાણી બધાથી ઉત્તમ પેય છે પણ કેટલાક લોકો કહે છે કે ભોજન સમયે વચ્ચે-વચ્ચે પાણી પીવું જોઈએ જ્યારે કેટલાક લોકો કહે છે કે પાણી પીવું જોઈએ નહીં.પણ આયુર્વેદ માને છે કે ભોજન કરતા સમયે વચ્ચે પાણી પીવું જોઈએ નહીં કારણ  કે ભોજન પેટમાં ટકવાથી પોષણ મળે છે પણ જો વચમાં તમે પાણી પીવામાં આવે તો તે ઝડપથી બહાર નીકળી જાય છે.
ખાવાના સમયે પાણી પીવાથી તે પેટની સપાટી પર જ શુકાઈ જાય છે. આ ક્રિયા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી પેટમાં પાચન માટે જરૂરી દ્રવ્ય પાચન ન થાય. પણ જરૂર કરતાં વધારે પાણી પીવાને કારણે આ દ્રવ્ય પેટમાં રહેલા ભોજનથી પણ વધારે ગળી જાય છે અને શરીરને જરૂરી ત્ત્વો મળતાં નથી. તેથી જમતા સમયે વચ્ચે પાણી ન પીવું જોઈએ.
 
જમ્યાનાં 30 મિનિટ બાદ પાણી પીવાની ટેવ ઉત્તમ માનવામાં આવે છે. જો જમતા સમયે વચ્ચે પાણી પીવામાં આવે ગૈસ્ટ્રિક બનવાનું વચ્ચેથી જ શરુ થઈ જાય છે. જેને કારણે અપચો રહે છે. છાતીમાં બળતરા થાવા લાગે છે. જો પાણી જ છે તો થોડુંક પીવો અને હુંફાળું સાદું પાણી પીવો. વધારે ઠંડું પાણી પીવાથી બચવું જોઈએ.
પાણીમાં અજમા કે જીરું નાખીને ઉકાળી લો. આ ખાવાનું પચાવવામાં મદદ કરે છે. ભોજન પહેલા અડધો કલાક કે ભોજન પછી એક કલાકે એક ગ્લાસ પાણી પીવું ફાયદા કારક રહે છે.


આ પણ વાંચો :