વરસાદમાં ફંગલ(ફૂગ) ઈંફેક્શથી રહો સુરક્ષિત... જાણો ટિપ્સ..

get-rid-of-fungal-infection
Last Modified બુધવાર, 11 જુલાઈ 2018 (16:04 IST)
મોનસૂન માત્ર ગરમીથી જ નહી પરંતુ ગરમીમાં થનારી અનેક બીમારીઓથી પણ આપણને મુક્તિ અપાવે છે. પણ શિયાળાની આ ઋતુ પોતાની સાથે અનેક સ્વાસ્થ્ય અને ત્વચા સાથે જોડાયેલ સમસ્યાઓ પણ લઈને આવે છે.
ત્વચા પર લાલ ચકતા, ખીલ, ગૂંચવાળા કે ચિપચિપા વાળ જેવી અનેક પરેશાનીઓ સાથે એક વધુ સમસ્યા આવે છે અને એ છે ફંગલ(ફૂગ) સંક્રમણ. માનસૂનની શરૂઆત પછી સંક્રમણના દર્દીઓની સંખ્યા વધી જાય છે. ફંગલ પેદા કરનારા જીવાણુ સામાન્ય રીતે માનસૂન દરમિયાન અનેક ગુણા ઝડપથી ફેલાય છે.
આ સામાન્ય રીતે શરીરના નજર અંદાજ કરવામાં આવતા અંગો જેવા કે પગની આંગળીઓના પોર પર તેમની વચ્ચેના સ્થાન પર કે પછી એ સ્થાન પર જ્યા જીવાણુ કે ફંગલ સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાય છે.

મોટાભાગે મોનસૂન દરમિયાન લોકો સાધારણ વરસાદમાં પલળ્યા પછી પોતાની ત્વચાને નજર અંદાજ કરી દે છે.
પણ આ નાનકડી બેદરકારી અનેકવાર ફંગલથી સંક્રમિત થવાનુ કારણ બની જાય છે. ફંગસ સંક્રમણથી બચવા માટે જરૂરી છેકે તમે એ વાતનુ ધ્યાન રાખો કે તમારી ત્વચા વધુ સમય સુધી ભીની ન રહે.

સ્કૈલ્પમાં થનારા ફંગલ સંક્રમણના લક્ષણ સામાન્ય ફંગલ સંક્રમણથી જુદા હોય છે. સામાન્ય રીતે આ સ્કૈલ્પ પર નાના મોટા ફોલ્લા દાણા કે ચિપચિપી પરતના રૂપમાં દેખાય છે. તમને એવુ કોઈ લક્ષણ જોવા મળે તો તરત જ વિશેષજ્ઞની મદદ લો નહી તો સમય પર ઈલાજ ન કરવાથી આ તમારા વાળ ખરવાનુ મોટુ કારણ બની શકે છે.

આ સમસ્યાથી બચવા માટે ખુદને સાફ અને સુકા રાખવુ જરૂરી છે. આ સાથે જ એંટીબેક્ટેરિયલ સાબુના પ્રયોગથી પન તમે ખુદ ફંગલના સંક્રમણ થવાથી બચી શકો છો. આ ઉપરાંત તમારા કપડાને નિયમિત રૂપે ધુવો.
ચોમાસામાં જો તમારા કપડામાં કિચડ લાગી જાય તો તેને તરત જ ધોઈ લો. તેનાથી ફંગલ સંક્રમણથી બચાવમાં મદદ મળશે.

ચોમાસામાં ફંગલ સંક્રમણના અનેક મામલા જોવા મળે છે એવામાં તમાર સતર્ક રહેવુ ખૂબ જ જરૂરી છે. જો તમે તમારી ત્વચામાં કશુ પણ વિચિત્ર લાગે તો તરત કોઈ સારા સ્કીન સ્પેશ્યાલિસ્ટનો સંપર્ક કરો. કારણ કે શિયાળામાં ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ જન્મ લે છે.


આ પણ વાંચો :