શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 11 જુલાઈ 2018 (12:58 IST)

ગુજરાતી ફિલ્મ Satti Par Sattoનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ થયું

ગુજરાતી ફિલ્મોમાં વધુ એક નવા વિષય સાથે નવી જ ફિલ્મનું ટ્રેલર અને મ્યુઝિક અમદાવાદ ખાતે તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મની સ્ટોરીની ટુંકમાં વાત કરીએ તો સતીશ અને સાવિત્રી બંને એક બીજાને પ્રેમ કરતાં હોય છે પરંતુ એક બાબાના કહેવા પ્રમાણે સતીશને જીવનમાં પ્રેમ નહિ મળે અને સાવિત્રીને પૈસા નહિ મળે. સાવિત્રી મહત્વાકાંક્ષી હોય છે અને એવું માને છે કે પૈસા થકી જ એક મજબુત જીવનશૈલી જીવી શકાય છે તેથી તે સતીશને છોડી દે છે. સાવિત્રીની સહેલીઓ તેની મુલાકાત  તેઓના એક પૈસાદાર મિત્ર રોની જોડે કરાવે છે અને રોની સાવિત્રી પર તેના પપ્પાના પૈસા વાપરતો હોય છે જેનાથી સાવિત્રી અજાણ હોય છે.

બીજી બાજુ સતીશ સાવિત્રીને તેના જીવનમાં ફરી લાવવા માટે પૈસા કમાવવા પાછળ ખુબ મહેનત કરે છે પરંતુ તે તેના બોસના ખૂનના ગુનામાં ફસાઈ જાય છે. સાવિત્રી સ્તબ્ધ થઇ જાય છે જયારે તે જોવે છે કે તેના જીવનમાં પૈસા નથી જયારે સતીશના જીવનમાં પ્રેમ નથી. આગળ આવનારી ઘટનાઓ જ Satti Par Satto ની સ્ટોરી છે. આ ફિલ્મમાં માનસ શાહ, ખંજન થુંબર, પરેશ ભટ્ટ, નેહા જોશી, ચાંદની જોશી, એની સિંહ, ફરિદા દાદી, મુની ઝા જેવા કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે સ્ટોરી અને દિગ્દર્શન શાંતારામ આર વર્માનું છે.