ચિત્કાર - સત્ય ઘટના પર આધારિત ફિલ્મમાં સુજાતા મહેતાનો દમદાર અભિનય

chitkar
Last Modified શનિવાર, 21 એપ્રિલ 2018 (14:46 IST)

હવે સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. એક સમયે ગુજરાતી નાટક તરીકે સુપરડુપર હીટ રહેલ ચિત્કાર હવે ફિલ્મ સ્વરૂપે દર્શકો સમક્ષ છે. ત્યારે વાત કરીએ ફિલ્મના રિવ્યૂની, ફિલ્મમાં લીડ રોડમાં હિતેન કુમાર અને નાટકની મુખ્ય અભિનેત્રી સુજાતા મહેતા છે. જેમણે બોલિવૂડની ફિલ્મોમાં પણ અભિનયના ઓજસ પાથર્યાં છે. ફિલ્મની શરૂઆત એક માનસિક રોગથી પિડાતી મહિલાની એન્ટ્રીથી થાય છે. માનસિક રીતે પિડાતા દર્દીઓની જ્યાં સારવાર થાય છે. ત્યાં આ મહિલાને દાખલ કરવામાં આવે છે. જેણે પોતાની સાસુનું ખૂન કર્યું હોય છે.

chitkar

આ મહિલાને સારવાર અર્થે દાખલ કર્યા બાદ તે હોસ્પિટલમાં સફાઈકામદાર પર હૂમલો કરી બેસે છે. ત્યાર બાદ તેની બહેન તેને આ જ હોસ્પિટલમાં સારવાર મળે એ માટે ફિલ્મના મુખ્ય કીરદાર ડો. માર્કંડને મનાવે છે. માર્કંડ આ મહિલા ઉર્ફે રત્ના સોલંકીની સારવાર માટે તૈયારી બતાવે છે. પછી શું થાય છે, એતો ફિલ્મ જોયા બાદ સમજાશે, પરંતુ સુજાતા મહેતાનો અભિનય કાબિલે તારીફ છે. આ અંગે ફિલ્મ ક્રિટિક્સ પ્રો, કાર્તિકેય ભટ્ટ કહે છે કે એક નાટકને ફિલ્મ સ્વરૂપે રજુ કરવું ખૂબ જ સારી બાબત છે. રત્ના સોલંકીનો રોલ પ્લે કરનારા સુજાતા મહેતાનો અભિનય ક્યાંય પણ કચાશ વાળો હોય તેવું નથી લાગતું, ખાસ કરીને તેમનો મેકઅપ અદભૂત છે. હિતેન કુમાર અને દિપક ધીવાલાનો પણ અભિનય સારો છે. ફિલ્મ જોનારા દર્શકોના મતે
ફિલ્મનો મધ્યભાગ
હેરાન કરનારો છે.
કારણ કે ફિલ્મ અહીંથી ધીમી પડી જાય છે. સંગીતની વાત કરીએ તો એક ગીત છે બીજુ કંઈ ખાસ નથી. દિગ્દર્શન પણ સામાન્ય છે. લતેશ શાહનું લેખન કાબિલેતારીફ છે.
આ પણ વાંચો :