સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ , શુક્રવાર, 20 એપ્રિલ 2018 (14:43 IST)

ગુજરાતીમાં શરૂ થઈ પ્રિયંકા ચોપડાની વેંટિલેટર, જેકી શ્રોફનું થશે ડેબ્યૂ

. પ્રિયંકા ચોપડાના પ્રોડક્શન હાઉસમાં બનેલે મરાઠીની એવોર્ડ વિનિંગ ફિલ્મ વેંટિલેટરને હવે ગુજરાતીમાં રિમેક કરવામાં આવી રહી છે અને આ ફિલ્મથી જૈકી શ્રોફનુ ગુજરાતીમાં ડેબ્યૂ થશે. 
 
રાજેશ માપુસ્કરના નિર્દેશનમાં બનેલી મરાઠીની હિટની આ હિટ ફિલ્મમાં આશુતોષ ગોવારિકરે અભિય્નય કર્યો હતો. બે વર્ષ પહેલા આવેલ મરાઠીની આ ફિલ્મને ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી હતી.  ફિલ્મએ મરાઠી  બોક્સ ઓફિસ પર ખૂબ ધમાલ મચાવી હતી. હવે આ ફિલ્મને ગુજરાતીમાં બનાવવામાં આવશે.  જાણવા મળ્યુ છે કે જૈકી શ્રોફને ફિલ્મમાં લીડ રોલ માટે કાસ્ટ કરવામાં આવ્યા છે.  આ ફિલ્મ હોસ્પિટલમાં પડેલા એક વડીલ દર્દીની સ્ટોરી છે. જે વેંટિલેટર પર હોય છે અને કોમામાં જતા રહે છે.  એ સમયે ગણેશ ચતુર્થી આવવાની હોય છે જેને કારણે પરિવારના બધા લોકો વિચાર કરે છે કે ક્યાક જો તેમનુ નિધન થઈ ગયુ તો તહેવાર માટે જે પ્લાનિંગ કર્યો છે તે ખરાબ થઈ જશે. ફિલ્મનુ  મુંબઈમાં મુહુર્ત થયુ. જેને આશુતોષ ગોવારિકરે કલૈપ આપ્યુ.  જગ્ગુ દાદાએ ટ્વિટ કર્યુ કે ગુજરાતી સિનેમા સુધી આવવામાં 40 વર્ષ થઈ ગયા.