સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 17 માર્ચ 2018 (11:03 IST)

VIDEO: શ્રીદેવીના નિધન પછી અર્જુન કપૂર સાવકી બહેનો સાથેનું અંતર ઘટાડી રહ્યા છે

શ્રીદેવીના નિધન પછી બોની કપૂરના સાવકા પુત્રો વચ્ચે સંબંધો સુધરતા દેખાય રહ્યા છે. પહેલા તો શ્રીદેવીની અંતિમ યાત્રામાં અજ્રુન કપૂરે  બધા કામ સાચવ્યા અને હવે શ્રી ની મોટી પુત્રી જાહ્નવી પોતાના સાવકા ભાઈને મળવા તેના ઘરે પહોંચી. જ્યારે કે પહેલા આ ભાઈ-બહેનો વચ્ચે કોઈ ઈંટરેક્શન નહોતુ. 
 
બોની કપૂર અને ખુશી પણ હતા સાથે 
 
 
આ દરમિયાન જાહ્નવી એકલી નહોતી. પિતા બોની કપૂર અને નાની બહેન ખુશી પણ તેમની સાથે હતી. ઘરમાંથી બહાર નીકળતા અર્જુને પોતાના પિતાને ગળે ભેટ્યા. આ દરમિયાન તેઓ ખૂબ ઈમોશનલ જોવા મળ્યા. 
 
માતા મોનાના નિધન પછી વધ્યુ હતુ અંતર.. 
 
અર્જુન કપૂરની મા અને બોની કપૂરની પ્રથમ પત્ની મોના કપૂરના નિધન પછી બંને પરિવાર વચ્ચેનું અંતર વધી ગયુ હતુ.  કારણ કે શ્રીદેવી મોનાની અંતિમ યાત્રામાં સામેલ થઈ નહોતી. 
 
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ અર્જુન પોતાની ફિલ્મ નમસ્તે ઈગ્લેંડના શૂટિંગમાંથી પરત ફર્યા છે. ફિલ્મનુ શૂટિંગ પટિયાલામાં થઈ રહ્યુ હતુ.