ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 1 માર્ચ 2018 (11:31 IST)

શ્રીદેવીના નિધન પછી સામે આવ્યો જાહ્નવીનો લેટર, લખ્યુ હતુ... તમારા વિશે સાંભળીને...

બોલીવુડની પ્રથમ ફીમેલ સુપરસ્ટાર શ્રીદેવી આ દુનિયાને કાયમ માટે છોડીને જતી રહી છે. શ્રીદેવીના નિધનથી ફ્ક્ત તેમનો પરિવાર જ નહી સમગ્ર બોલીવુડ આધાતમાં છે. શ્રીદેવી પોતાની પુત્રીઓને ખૂબ પ્રેમ કરતી હતી અહી સુધી કે બંને પુત્રીઓના પાલન-પોષણ માટે તેમણે ફિલ્મોમાં કામ કરવુ પણ છોડી દીધુ હતુ. 
 
મોટી પુત્રી જાહ્નવીના ડેબ્યૂ માટે શ્રીદેવી ખૂબ તૈયારીઓ કરી રહી હતી. દરેક પાર્ટી અને ઈવેંટ્સમાં જાહ્નવીને સાથે લઈ જતી હતી.  પણ કોણ જાણતુ હતુ કે પોતાની પુત્રીના ડેબ્યૂ ફિલ્મ માટે આટલી તૈયારી કરનારી શ્રીદેવી જાહ્નવી ફિલ્મ જ જોઈ નહી શકે. 
 
હવે શ્રીદેવીના નિધન પછી એક લેટર સામે આવ્યો છે જેને વાંચીને તમારી પણ આંખો ભીની થઈ જશે. ઉલ્લેખનીય છે કે તાન્યા ચૈતન્ય નામની એક મહિલાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક લેટર શેયર કરતા કૈપ્શનમાં જણાવ્યુ કે થોડાક વર્ષ પહેલા ફેમિનાએ જ્યારે જાહ્નવીને પોતાના માટે માટે એક ઓપન લેટર લખવા માટે કહ્યુ તો જાહ્નવીએ આ લેટર લખ્યો. જાહ્નવીનો આ લેટર સ્પષ્ટ બતાવે છે કે તે પોતાની મા પર કેટલુ ગર્વ કરે છે. 
ઉલ્લેખનીય છે કે શ્રીદેવીના પાર્થિવ શરીરના મુંબઈ આવતા પહેલા બંને પુત્રીઓ અનિલ કપૂરના ઘરે જ હતી. પણ જેવુ તેમના માતાનો મૃતદેહ આવવાના સમાચાર મળ્યા તો બંને પોતાના ઘરે પહોંચ્યા.  જાહ્નવી અને ખુશીએ જેવુ જ માતાનો મૃતદેહ જોયો બંને અમ્મા અમ્મા કરતી રડી પડી હતી.  ત્યારબાદ સોનમે બંનેને સાંત્વના આપી.  ઉલ્લેખનીય છે કે જ્યારે શ્રીદેવીનુ નિધન થયુ ત્યારે બંને પુત્રીઓ તેમની પાસે નહોતી.