મંગળવાર, 5 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. શ્રીદેવી
Written By
Last Updated : બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (17:16 IST)

LIVE: અંતિમ યાત્રા પર બોલીવુડની 'ચાંદની', ટ્રક પર હાજર છે અર્જુન-બોની કપૂર

શ્રીદેવીનો અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે થશે. શ્રીદેવીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. સફેદ ફૂલોથી સજેલી ટ્રકમાં શ્રીદેવીની અંતિમ યાત્રા કાઢવામાં આવી રહી છે. ટ્રક પર બોની કપૂર, અર્જુન કપૂર સહિત આખુ પરિવાર હાજર છે. ટ્રકની પાછળ અનેક બોલીવુડ કલાકાર અને હજારોની ભીડ ચાલી રહી છે. શ્રીદેવીનો પાર્થિવ દેહ ત્રિરંગામાં લપેટાયેલો છે.  
બુધવારે સવારે 9.30 વાગ્યાથી જ મુંબઈના સેલિબ્રેશન ક્લબમાં શ્રીદેવીના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યુ હતુ. જ્યા અનેક બોલીવુડ કલાકારો સહિત સામાન્ય લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી. 
બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીનો અંતિમ સંસ્કાર બપોરે લગભગ 3.30 વાગ્યે વિલે પાર્લેના પવન હંસ સ્મશન ગૃહમાં કરવામાં આવશે. શ્રીદેવીના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે થશે. શ્રીદેવીની અંતિમ યાત્રા બપોરે લગભગ બે વાગ્યે શરૂ થશે.  બુધવારે સવારે  9.30 વાગ્યાથી જ મુંબઈના સેલિબ્રેશન ક્લબમાં શ્રીદેવીના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યુ હતુ. જ્યા અનેક  બોલીવુડ કલાકારો સહિત સામાન્ય લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી. 
 
ઉલ્લેખનીય છે કે ગયા શનિવારે દુબઈમાં શ્રીદેવીનુ બાથટબમાં ડૂબવાથી (એક્સીડેંટ મોત) મોત થયુ હતુ. મંગળવારે મોડી રાત્રે જ પાર્થિવ શરીરને શ્રીદેવીના લોખંડવાલા સ્થિત ઘરે ગ્રીન એકર્સમાં મુકવામાં આવ્યુ હતુ.  શ્રીદેવીનુ પાર્થિવ શરીર મંગળવારે મોડી રાત્રે મુંબઈ પહોચ્યુ 
 
અનેક કલાકરો આપી શ્રદ્ધાંજલિ 
 
શ્રીદેવીના અંતિમ દર્શન કરનારાઓમાં રેખા એશ્વર્યા રાય બચ્ચન, અરબાઝ ખાન, માધુરી દીક્ષિત નેને, અક્ષય ખન્ના, તબ્બૂ ફરાહ ખાન, નિતિન મુકેશ, નીલ નીતિન મુકેશ, વિદ્યા બાલન, સુષ્મિતા સેન, શબાના આઝમી, જાવેદ અખ્તર, મધુર ભંડારકાર, દીપિકા પાદુકોણ, સંજય લીલા ભંસાલી, ફરહાન અખ્તર, હેમા માલિની, જયા બચ્ચન, જૉન અબ્રાહમ, સુલભા આર્યા, અજય દેવગન અને કાજોલ જેવી હસ્તિયોનો સમાવેશ છે. 


 - શાહિદ કપૂર મીરા રાજપૂત પણ સેલિબ્રેશન ક્લબ પહોચ્યા 
- સામાન્ય લોકો માટે અંતિમ દર્શનને બંધ કરવામાં આવ્યા 
- શ્રીદેવીનો અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે થશે. મુંબઈ પોલીસ બેંડ સેલિબ્રેશન ક્લમ પહોચી ગયુ છે. 
- શ્રીદેવીના પાર્થિવ શરીરના અંતિમ દર્શન કરવા માટે હજારો લોકો સેલિબ્રેશન ક્લબ પહોચ્યા 
- અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂર સેલિબ્રેશન ક્લબમાં શ્રીદેવીના અંતિમ દર્શન માટે પહોંચ્યા 
- ફિલ્મ અભિનેત્રી તબ્બૂ નિર્દેશક સુભાષ ઘઈ સેલિબ્રેશન ક્લબ પહોંચ્યા 
- ફરાહ ખાન સોનમ કપૂર સેલિબ્રેશન ક્લબ પહોંચ્યા 
-  બોલીવુડ અભિનેતા અનુ કપૂરે કહ્યુ કે મીડિયાનુ કામ સવાલ પૂછવાનુ છે. આ સમયે શ્રીદેવીનો પરિવાર ખૂબ દુખમાં છે. આપણે તેમનો સાથ આપવો જોઈએ. 
- શિવસેના નેતા આદિત્ય ઠાકરે રશ્મિ ઠાકરે સેલિબ્રેશન ક્લબ પહોંચ્યા 
- અભિનેતા અરબાજ ખાન સેલિબ્રેશન ક્લબ પહોચ્યા 
- તમિલનાડુમાં શ્રીદેવીના પૈતૃક ગામ મીનામપ્પતીમાં પણ દુખની લહેર, ગામના લોકો બોલ્યા - અમને હજુ સુધી વિશ્વાસ નથી થઈ રહ્યો કે શ્રીદેવી આ દુનિયામાંથી ચાલી ગઈ છે. 
 
વીતેલા શનિવારે દુબઈમાં મોત પછી તેમના પાર્થિવ શરીરનુ ભારતમાં  રાહ જોવામાં આવી રહી  હતી. અંતિમ લાંબી કાયદાકીય પ્રક્રિયા પછી મંગળવારે શ્રીદેવીનુ પાર્થિવ શરીર પરિવારને સોંપવામં આવ્યુ. જ્યારબાદ ચાર્ટડ પ્લેનથી મૃતદેહ મુંબઈ લાવવામાં આવ્યો.   

બો

લિવૂડની અભિનેત્રી શ્રીદેવીના નશ્વર દેહને મુંબઈ લાવવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સ મારફતે અભિનેત્રીના

મૃતદેહને તેના ઘરે લઈ જવામાં આવશે. એરપોર્ટ પર જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણી પણ હાજર રહ્યાં છે. અનિલ કપૂરનો પરિવાર પણ એરપોર્ટ પર પહોંચી ગયો હતો. તેવી જ રીતે એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી છે. શ્રીદેવીનો નશ્વર દેહ દુબઈ એરપોર્ટથી 6.30 વાગે રવાના થયો હતો જે પ્રાઈવેટ જેટ મારફતે 9:45 વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો.
 
અંતિમ દર્શન માટે શ્રીદેવીનો પાર્થિવ દેહ અંધેરીના સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબના ગાર્ડન નંબર 5માં રાખવામાં આવશે. બુધવારે સવારે 9.30થી 2.30 સુધી તેના અંતિમ દર્શન કરી શકાશે.તેના પછી 3.30 થી 5.30 વાગ્યાની વચ્ચે વિર્લે પાર્લેના પવન હંસ સ્મશાન ગૃહમાં અંતિન સંસ્કાર માટે લઈ જવામાં આવશે.. 


LIVE UPDATES:
 
- શ્રીદેવીની બન્ને પુત્રીઓ જે તેમના અવસાન પછી અનિલ કપૂરના ઘરે હતી તેઓ હવે પોતાના ઘરે ગ્રીન  એકર્સ પરત આવી ચુકી છે 
 
- શ્રીદેવીના પાર્થિવ શરીર ને લઈને એબુલેન્સ બોની કપૂરના ઘર લોખડવાલા ગ્રીન એન્ક્રર્સ પહોચી ચુકી છે 

 
શ્રીદેવીનો  પાર્થિવ દેહ લેવા અનિલ કપૂર મુબઈ એયરપોર્ટ પહોચ્ય  હતા