શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (16:45 IST)

શ્રીદેવીના માથા પર વાગવાના નિશાન !

શ્રીદેવીના મોતને લઈને નવા-નવા ખુલાસા થઈ રહ્યુ છે. ફોરેસિંક રિપોર્ટ વિશે વિશે કહેવાય રહ્યુ છે કે શ્રીદેવીના શરીર પર વાગવાના નિશાન મળ્યા છે. 
 
શ્રીદેવીના માથા પર ઊંડો ઘા થયો છે. આ ઘા કેવી રીતે થયો તેની હાલ તપાસ ચાલી રહી છે. શ્રીદેવીના પતિ બોની કપૂરથી પણ પોલીસ સતત પૂછપરછ કરી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે દુબઈની એક હોટલમાં શ્રીદેવીની બાથટબમાં ડૂબવાથી મૃત્યુ થઈ ગયુ હતુ.  એ સમયે વોશરૂમની બહાર તેમના પતિ બોની કપૂર હાજર હતા. 
 
શરૂઆતની રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સંતુલન ગુમાવવા અને બાથટબમાં પડીને ડૂબી જવાથી શ્રીદેવીનુ મોત થયુ છે. પણ પોલીસ હવે આ મામલામાં વધુ તપાસ કરવા માંગે છે. 
 
એક સ્પેશયલ મેડિકલ પૈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ઝીણવટભર્યો અભ્યાસ કરી રહી છે. આ પેનલ નિર્ણય કરશે કે બીજીવાર પોસ્ટમોર્ટમ જરૂરી છે કે નહી. 
 
ખલીજ ટાઈમ્સ મુજબ દુબઈ પોલીસે શ્રીદેવીના પાર્થિવ શરીરને લઈ જવા માટે જરૂરી કાગળો સોંપી દીધા છે. ત્યારબાદ શરીર પર કેમિકલ લેપ લગાવવામાં આવશે જેમા લગભગ ચાર કલાક લાગશે.  
શ્રીદેવી જે હોટલમાં રોકાય હતી ત્યાના સીસીટીવી ફુટેજ પણ પોલીસે જપ્ત કરી લીધા છે. 
 
શ્રીદેવીના લોહીમાં દારૂના અવશેષ પણ મળવાની વાત થઈ રહી છે. જો કે શ્રીદેવીને જાણનારા લોકોનુ કહેવુ છે કે તે દારૂ પીતી નહોતી. ક્યારેક ક્યારેક તે વાઈન પી લેતી હતી. 
 
બોની કપૂરના પુત્ર અર્જુન કપૂર પણ દુબઈ પહોંચી ગયા છે. બીજી બાજુ મુંબઈમાં શ્રીદેવીના પાર્થિવ શરીરની રાહ જોવાય રહી છે જેથી અંતિમ સંસ્કાર કરી શકાય.  પણ આ ક્યારે થશે એ વિશે હજુ કોઈપણ બતાવી શકે એમ નથી.