શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. શ્રીદેવી
Written By
Last Updated : સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (17:54 IST)

શ્રીદેવીને પહેલી જ ફિલ્મમાં રજનીકાંત કરતા પણ વધુ ફી મળી હતી

બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનુ શનિવારે રાત્રે દુબઈમં 55 વર્ષની વયે નિધન થઈ ગયુ. દુબઈમાં એક પારિવારિક લગ્નમાં ભાગ લેવા ગયેલ શ્રીદેવીના મોતના કારણનો ખુલાસો થઈ શક્યો નથી. શ્રીદેવી સાથે જોડાયેલ અનેક વાતો સામે આવી છે.  જેમા તેમની પ્રથમ ફિલ્મમાં મળેલ ફી ની વાત પણ છે. 
 
કમબેક ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લિશની રજુઆત પછી શ્રીદેવી ફેમસ એક્ટર પ્રકાશ રાજના શો માં ગઈ હતી જ્યા શ્રીદેવીએ જણાવ્યુ હતુ કે એક અભિનેત્રીના રૂપમાં 1976માં તેમની પ્રથમ ફિલ્મ 'મોન્દ્રુ મુદિચુ' માં તેમણે રજનીકાંત કરતા વધુ ફી મળી હતી. શ્રીદેવીએ જણાવ્યુ કે ફિલ્મ માટે કમલ હસનને 30000 રૂપિયા રજનીકાંતને 2000 અને તેને 5000 રૂપિયા આપવામાં આવ્યા હતા.  એ સમયે રજનીકાંત અને શ્રીદેવી બંને નવા કલાકાર હતા અને કમલ હસન પણ  ખૂબ ફેમસ હતા. 
 
ચાર દસકા સુધી સિલ્વર સ્ક્રીન પર ચાંદની વિખેરનારી શ્રીદેવીએ તાજેતરમાં જ મૉમ ફિલ્મમાં મહત્વનો રોલ ભજવ્યો હતો. આ પહેલા ઈંગ્લિશ વિંગ્લિશ મૂવીથી તેમણે પડદા પર જોરદાર કમબેક કર્યુ હતુ. શ્રીદેવીની સાથે ખુદા ગવાહ, મિસ્ટર ઈંડિયા અને ચાંદની જેવી મોટી સુપરહિટ ફિલ્મોના નામ પણ જોડાયેલા છે.