સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (14:07 IST)

શ્રીદેવીએ જીવતા જ જણાવી હતી તેમની છેલ્લી ઈચ્છા, ઈચ્છતી હતી એવી હોય અંતિમ વિદાય

શ્રીદેવીની અચાનક મૌત પછી દરેક તરફ શોકની લાગણી છે. શનિવારની રાત્રે આશરે 11 વાગ્યે દુબઈના ફાઈવ સ્ટાર હોટલમાં અભિનેત્રીની દિલની ગતિ રોકાવવાથી મૌત થઈ. ખબર મુજબ એ હોટલના બાથરૂમમાં પડી ગઈ હતી. 
 
મુંબઈમાં તેનો અંતિમ સંસ્કાર કરાશે. તેમના અંતિમ સંસ્કારને લઈને તૈયારિઓ પણ શરૂ થઈ ગઈ છે. શ્રીદેવીની એક એવી ઈચ્છા હતી જેને એ હમેશા પૂરો કરવા ઈચ્છતી હતી. અહીં સુધી કે તેમની આ ઈચ્છા ઘણી વાર ઈંટરવ્યૂહના સમયે પણ નજર આવી. 
 
કહેવાય છે કે શ્રીદેવીને સફેદ રંગ ખૂબ પસંદ હતું અને તેણે એક દિવસ કહ્યું હતું કે તેમની અંતિમ યાત્રા જ્યારે કઢાય તો એ સફેદ રંગના ફૂળોથી શણગારવી. તેમની આ ઈચ્છાનો ખ્યાલ રાખી અને સંસ્કાર સમયે દરેક વસ્તુ સફેદ રાખી છે. 
 
આ જ કારણે તેમની વધારેપણ ફિલ્મમાં એ સફેદ રંગના વસ્ત્રમાં નજર આવી. શ્રીદેવીની આ આખરે ઈચ્છાને પૂરા કરવા માટે હવે તેમનો પરિવાર લાગી ગયું છે. જ્યાં શ્રીદેવીનો પાર્થિવ શરીર રખાશે તે જગ્યાને સફેદ રંગના મોગરા અને ગુલાબના ફૂલોથી શણાગાર્યું છે.