શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 26 ડિસેમ્બર 2018 (15:32 IST)

સલમાન બોલ્યા - આ કારણે હું આજ સુધી છુ સિંગલ.. કારણ જાણીને ચોંકી જશો

સલમાન ખાનના લગ્નને લઈને ફેંસ વચ્ચે ખૂબ એક્સાઈટમેંટ રહે છે. બધા જાણવા માંગે છે કે સલમન લગ્ન કેમ નથી કરી રહ્યા ? તો હવે ફાઈનલી સલમાને તેનો ખુલાસો કરી દીધો છે. સલમાને તાજેતરમાં જ એક ઈંટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો. સલમાને કહ્યુ, 'આજકાલ લગ્ન ખૂબ મોંઘા થઈ ગયા છે. લગ્ન કરવામાં લાખો કરોડો ખર્ચ થઈ જાય છે અને હુ આટલી મોંઘા લગ્નનો ખર્ચ ઉઠાવી શકતો નથી. તેથી મેં સિંગલ રહેવાનો નિર્ણય લીધો. 
 
પોતના પેરેંટ્સના લગ્ન વિશે બતાવતા સલમાને કહ્યુ, 'મારા પિતાના લગ્ન માત્ર 180 રૂપિયામાં થયા હતા. મારા પેરેંટ્સે અમને 5 ભાઈ-બહેનોને ઓછી આવકમાં પણ સારી રીતે ઉછેર્યા છે.'
 
સલમાનની અપકમિંગ ફિલ્મ વિશે વાત કરીએ તો તેઓ ટૂંક સમયમાં જ રેસ 3 માં જોવા મળવાના છે. ફિલ્મમાં સલમાન સાથે જૈકલીન ફર્નાડિઝ, બોલી દેઓલ, અનિલ કપૂર અને ડેઝી શાહ છે.