શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. શ્રીદેવી
Written By
Last Updated : સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (12:57 IST)

મૌતના 15 મિનિટ પહેલા સુધી શું કરી રહી હતી શ્રીદેવી, આ હકીકત જાણો

શ્રીદેવીના અચાનક અવસાન સાથે, બૉલીવુડ સહિત બધી બાજુ શોક શોક છે. શનિવારની રાત્રે, 11 વાગ્યાની આસપાસ, અભિનેત્રી શ્રીદેવીને દુબઈમાં ફાઇવ સ્ટાર હોટેલમાં કાર્ડિયક અરેસ્ટ આવ્યું. તે હોટેલના બાથરૂમમાં પડી ગઇ હતી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યું.
દુબઈના ખલીજ ટાઈમ્સએ મૌતથી પહેલા શ્રીદેવી શું-શું કર્યું તેનો ખુલાસો કર્યું છે. ખલીજ ટાઈમ્સએ કપૂર પરિવારના નજીકના સ્રોત થી લખ્યું છે કે શનિવારની સાંજે હૃદયગતિ રૂકવાના કારણે મૌતની ઉંઘ પહેલા શ્રીદેવી તેમના પરિ સાથે ડ્રીમ ડિનર ડેટ પર જવાની તૈયારી કરી રહી હતી , હકીકતમાં, લગ્ન સમારંભ સમાપ્ત થયા 
 
પછી, બોની કપૂર મુંબઈ પરત ફર્યા હતા અને શ્રીદેવીએ થોડા દિવસ માટે ત્યાં રહેવાનું નક્કી કર્યું હતું. 
 
ખલીજ ટાઈમ્સ મુજબ, બોની કપૂર શનિવારે સાંજે 5.30 કલાકે દુબઈના જુમૈરા અમીરાત અમીરાત ટાવર્સ હોટલમાં પહોંચ્યા, જ્યાં શ્રીદેવી પહેલેથી હાજર હતા.હોટલના રૂમમાં પહોંચ્યા પછી, બોની કપૂર શ્રીદેવીને જગાડ્યું અને લગભગ 15 મિનિટ સુધી બંને વચ્ચે વાતચીત થઇ હતી.
 
બોનીએ શ્રીદેવીને ડિનર પર ચાલવા કહ્યું, જેના પછી શ્રીદેવી બાથરૂમમાં તૈયાર થવા ગઈ. આશરે 15 મિનિટ રાહ જોયા પછી, જ્યારે શ્રીદેવી વૉશરૂમથી બહાર નહી આવી તો બોની કપૂરએ દરવાજો ખખડાવ્યો, પરંતુ શ્રીદેવી પાસેથી કોઈ પ્રતિક્રિયા ન મળતા બોની કપૂર દ્વાર ખોલ્યું અને શ્રીદેવીને બાથટબમાં જોઈને ચોકાંઈ 
ગયા.  
 
બોની કપૂરએ શ્રીદેવીને જગાડવા માટે ખૂબ જ કોશિશ કરી, પરંતુ જ્યારે તેણે કોઈ રિસ્પોંસ આપ્યું ન હતું, ત્યારે બોની કપૂર તેના મિત્રને ફોન કર્યો અને ત્યારબાદ પોલીસને આશરે 9 વાગ્યે બોલાવવામાં આવ્યો. બાદમાં, શ્રીદેવીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.