શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. શ્રીદેવી
Written By
Last Updated : સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (16:14 IST)

જ્યારે શ્રીદેવીને મળવા માટે ફેંસ થયા ઉતાવળા અને ઉઠાવી લીધી 'ચાંદની' ની કાર

તે દરેક વયના ફેંસ માટે શાનદાર અભિનેત્રી રહી. તેના સુપરહિટ ગીત હવાહવાઈને ગાનારી જાણીતી સિંગર કવિતા કૃષ્ણામૂર્તિએ શ્રીદેવી સાથે પોતાની યાદો શેયર કરી.  તેમને જણાવ્યુ કે ફેંસ તેમને એટલા પસંદ કરતા હતા કે એકવાર સિલી ગુડીમાં એક શો દરમિયાન ફેંસે કારમાં બેસેલી શ્રીદેવીને ઘેરી લીધી અને તેમની કારને હાથથી ઉઠાવી લીધી. 
કવિતા બતાવે છે કે ફેંસને સાચવવા મુશ્કેલ થઈ ગયા હતા. મોડી રાત્રે ખૂબ રાહ જોયા પછી તેને બીજા રસ્તેથી ચૂપચાપ કાઢવામાં આવી. બેશક શ્રીદેવી ઓછુ બોલતી હતી પણ તેના અવાજની નરમી અને સ્માઈલનો જાદુ બધા પર છવાયેલો હતો. 
ઉલ્લેખનીય છે કે તે પોતાના ભાણેજના લગ્નમાં ભાગ લેવા માટે દુબઈ ગઈ હતી. અંતિમ સમયે એક્ટ્રેસ સાથે પોતાના પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશી કપૂર હાજર હતા.  તેમના આકસ્મિક નિધનથી સમગ્ર બોલીવુડ સહિત દેશમાં શોકની લહેર છે.