બુધવાર, 21 ફેબ્રુઆરી 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. શ્રીદેવી
Written By
Last Modified: સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (11:36 IST)

શુ લગ્ન પહેલા બોની કપૂરને રાખડી બાંધી ચુકી છે શ્રીદેવી ?

શ્રીદેવી અને બોની કપૂરના લગ્ન બોલીવુડની વિવાહિત લગ્નોમાંથી એક છે. જ્યારે બોની અને શ્રીદેવીનુ અફેયર શરૂ થયુ હતુ. ત્યારે બોની કપૂર પરણેલા હતા. એવુ કહેવાય છેકે શ્રીદેવી લગ્ન પહેલા જ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. સમાચાર તો એવા પણ છે કે શ્રીદેવીએ  લગ્ન પહેલા બોનીને રાખડી બાંધી હતી.  
 
ઉલ્લેખનીય છે જે બોની પહેલા શ્રીદેવી મિથુન ચક્રવર્તીને પ્રેમ કરતી હતી. મિથુનને શક હતો કે બોની અને શ્રીદેવીનુ અફેયર ચાલી રહ્યુ છે. તેથી મિથુને શ્રીદેવીને કહ્યુ કે તે બોનીને રાખડી બાંધે. મિથુન માટે પોતાનો પ્રેમ સાબિત કરવા માટે શ્રીદેવીએ આવુ જ કર્યુ. 
 
- 1970ની એક કન્નડ ફિલ્મમાં શ્રીદેવીને જોતા જ બોનીને તેમની સાથે પ્રેમ થઈ ગયો હતો.  તેઓ એ જ સમયે તેને મળવા માટે ચેન્નઈ પણ પહોંચી ગયા હતા પન ત્યા સુધી શ્રીદેવી સિંગાપુર માટે રવાના થઈ ગઈ હતી. 
 
- જૂન 1996માં બોનીએ શ્રીદેવી સાથે મંદિરમાં લગ્ન કરી લીધા હતા. શ્રીદેવી માટે બોનીએ પોતાની પ્રથમ પત્ની મોના અને બંને બાળકો અર્જુન અને અંશુલાને છોડી દીધા હતા. 
 
- મોનાએ એક ઈંટરવ્યુમાં કહ્યુ હતુ - બોનીને હવે મારી નહી કોઈ અન્યની જરૂર હતી. બીજી તક આપવા જેવુ રિલેશનમાં કહી રહ્યુ નહોતુ. કારણ કે શ્રીદેવી પ્રેગ્નેંટ થઈ ચુકી હતી. તેમનો સંબંધ કાયમી થઈ ચુક્યો હતો. મારી આમાથી બહાર નીકળવુ જ સારુ હતુ.  તેમણે આ સંબંધોના દુખને ચૂપચાપ સહન કરી લીધુ.  મોનાએ જણાવ્યુ કે બાળકો પર પણ આ વાતની ખરાબ અસર પડી. મારો પુત્ર અર્જુન અને પુત્રી અંશુલા ત્યારે શાળામાં હતા. શાળામાં મારા બાળકોને પણ ક્લાસમેટ્સ મ્હેણા મારાતા હતા.  પણ તે સ્ટ્રોંગ બન્યા અને બધી કંડીશનને સમજી. 
-  1997માં સ્ટારડસ્ટ મેગેઝીનમાં સમાચાર છપાયા હતા કે શ્રીદેવી પોતાના લગ્નને લઈને ખૂબ અસુરક્ષિત હતી. 
 
- એકવાર બોની મોના અને પોતાના બંને બાળકોને લઈને પિકનિક પર જતા રહ્યા હતા. આ વાતથી શ્રીદેવી ખૂબ નારાજ થઈ ગઈ હતી. તેમણે બોની પર ગુસ્સે થઈને કહ્યુ હતુ કે - તમે મારી સાથે આવુ કેવુ કરી શકો છો ? જો તમને પત્ની અને બાળકો પ્રત્યે આટલો પ્રેમ છે તો પરત તેમની સાથે શિફ્ટ થઈ જાવ. તમે દગાબાજ છો.. જુઠ્ઠા છો. 
- રિપોર્ટ્સ મુજબ એક વાર મોનાની મા એ પબ્લિકમાં શ્રીદેવી સાથે વિવાદ કર્યો હતો અને તેની સાથે મારામારી પણ કરી હતી. આ ઘટના પછી શ્રીદેવીએ બોની પર તેમના પ્રથમ પરિવારને મળવા પર બેન લગાવી દીધો હતો.  
 
- અર્જુન કપૂરે એક ઈંટરવ્યુમાં સ્પષ્ટ કહ્યુ હતુ કે તેમને માટે શ્રીદેવી પિતા બોની કપૂરની પત્ની કરતા બીજુ વધુ કોઈ મહત્વ નથી રાખતી. 
 
- બીજી બાજુ જાહ્નવી અને ખુશી સાથે પોતાના સંબંધો વિશે પૂછતા અર્જુન કપૂરે સ્પષ્ટ કહ્યુ હતુ કે અમારી મુલાકાત થતી નથી અને અમે ક્યારેય એકબીજા સાથે સમય પસાર કરતા નથી.  તેથી આ સંબંધ મારી માટે એક્ઝિસ્ટ (અસ્તિત્વમાં) જ નથી.