બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 12 માર્ચ 2018 (12:55 IST)

VIDEO VIRAL - બધુ દુ:ખ ભૂલીને છેવટે ઈશાન સાથે હસતી જોવા મળી જાહ્નવી

.
બોલીવુડ એક્ટ્રેસ શ્રીદેવીના નિધન પછી પુત્રી જાહ્નવી કપૂરે ફિલ્મ ધડકની શૂટિંગ શરૂ કરી દીધી છે. તાજેતરમાં ફિલ્મના સેટ પરથી જાહ્નવીની કેટલીક તસ્વીરો સામે આવી હતી. જેમા તે ખૂબ જ સાદી અને ખૂબસૂરત લાગી રહી હતી. હાલ ધડકના સેટ પરથી જાહ્નવી અને ઈશાન ખટ્ટરની એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહી છે. 
 
આ વીડિયોમાં જાહ્નવી યેલો કલરની ડ્રેસ પહેરેલ છે અને બીજી બાજુ ઈશાન બ્લૂ કલરના બ્લેજર અને યેલો કલરની શર્ટમાં જોવા મળી રહ્યો છે. 
 
આ દરમિયાન જાહ્નવી ખૂબ જ ખુશ અને ઈશાન સાથે વાત કરતી દેખાય રહી છે તો બીજી બાજુ ઈશાન ચૂપચાપ ઉભા કંઈક વિચારતા જોવા મળી રહ્યા છે.  આ વીડિયો ઈશાન ખટ્ટરની ટીમના નામથી રજુ થયો છે.  એવુ લાગી રહ્યુ છે કે આ વીડિયો ફિલ્મના પહેલા શૂટિંગ શેડ્યૂલનો છે. 
 
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની શૂટિંગ ચાલી રહી હતી જ્યારે જાહ્નવીની માતા અને અભિનેત્રી શ્રીદેવીનુ નિધન થઈ ગયુ હતુ. બીજી બાજુ પુત્રી જાહ્નવી માતાના નિધનના 13 દિવસ પછી કામ પર પરત ફરી હતી જેના કારણે જાહ્નવી પ્રત્યે સર્વને સન્માન થયુ હતુ.