1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Health tips :8-10 કલાક માત્ર કમ્પ્યુટરની સામે જ બેસીને કામ કરો છો , તો જાણો યોગ્ય રીત

જો તમે નોકરી કરો છો અને 24 કલાકમાંથી 8-10 કલાક માત્ર કમ્પ્યુટરની સામે જ બેસીને કામ કરો છો તો તમને ઘણી જીવલેણ બીમારીઓ થઇ શકે છે. જો તમારા હાથથી લઇને આખા શરીરમાં દર્દ જ દર્દ થઇ રહ્યો છે તો સમજી જાઓ કે ઓફિસમાં કમ્પ્યુટર સામે કામ કરવાનો તમારો પ્રકાર યોગ્ય નથી. બની શકે કે તમારા પોસ્ચર યોગ્ય ન હોય અને એટલા માટે પીઠ અને ખભામાં તીવ્ર પીડા થતી હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે જાણીએ કેટલાંક એવા પોસ્ચર જે કમ્પ્યુટર સામે કામ કરવા માટે બિલકુલ યોગ્ય મનાય છે. 


 
P.R

1. જો તમે નવા નવા ઓફિસમાં આવ્યા છો અને કમ્પ્યુટર પર કામ કરવાનો અનુભવ નથી તો તમારે અત્યારથી જ યોગ્ય પોસ્ચર અપનાવી લેવું જોઇએ. આના માટે તમારે ખુરશી પર એકદમ સીધા બેસવું જોઇએ અને તમારી પીઠ અને ખભાને સ્થિર રાખવા જોઇએ. તમરા નિતંભ ખુરશીને અડતા હોવા જોઇએ.

2. તમારી પીઠને સપોર્ટ કરતું એક મુલાયમ કુશન કે પછી રોલ કરેલો ટુવાલ રાખો આનાથી તમારી પીઠ હંમેશા સીધી રહેશે. ખુરશી પર હંમેશા પાછળની તરફ ચોંટીને બેસો અને તમારી પીઠને જેટલી સીધી રાખી શકો તેટલી રાખો. આ પોઝિશનને થોડી સેકન્ડ્સ માટે આમ જ પકડી રાખો અને પછી રિલેક્સ થઇ જાઓ.

3. હંમેશા કમ્પ્યુટરની સ્ક્રીનથી એક હાથના અંતરે બેસો. તમારા ઘૂંટણને યોગ્ય એન્ગલમાં વાળો અને કોશિશ કરો કે ઘૂંટણને ક્યારેય ક્રોસ કરીને ન બેસો. તમારા પગને જમીન પર સીધા પ્રકારે રાખો અને આંખોને સ્ક્રીનની વચ્ચે રાખો, તે સ્ક્રીનથી વધુ ઉપર ન હોવી જોઇએ અને વધુ નીચે પણ હોવી જોઇએ નહીં.

4. કમ્પ્યુટર સામેથી બ્રેક લેવી જરૂરી છે. કમ્પ્યુટર પર 30 મિનિટથી વધુ એકસરખી પોઝિશનમાં ન બેસો. જો તમને લાગે કે તમે કમ્પ્યુટર પર બહુ લાંબા સમયથી બેસી રહ્યાં છો તો ગળાની કેટલીક સરળ કસરતો કરવાનું ન ભૂલશો. તમારા ગળાને સામાન્ય આગળથી પાછળની તરફ લઇ જાઓ અને પછી એક તરફથી બીજી તરફ કરો.

5. દર 30 મિનિટ બાદ તમારી સીટ પરથી અચૂક ઉઠો. ભલે પછી તમે પાણી પીવા, વોશરૂમ જવા કે ઓફિસમાં બીજી ડેસ્ક પર જવાનું કામ જ કેમ ન કરો, આ સિવાય પગનું થોડું સ્ટ્રેચિંગ પણ કરો.

જ્યારે તમે આ બધી ટેવોના આદિ થઇ જશો તો તમે તમારા કામમાં તમારો 100 ટકા ફાળો આપી શકશો અને શરીરમાં પણ કોઇ પ્રકારનો દર્દ નહીં થાય તેમજ થાક નહીં લાગે.