1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 25 જાન્યુઆરી 2023 (15:48 IST)

Health Tips - દૂધમાં તજ અને મઘ નાખીને પીવાથી આ તકલીફો થશે ગાયબ, નવાઈમાં નાખી દેશે તેના લાજવાબ ફાયદા

health tips
દૂધ પોષક તત્વોથી ભરપૂર છે. તેમા કેલ્શિયમ, પ્રોટીન, વિટામિંસ અને મિનરલ્સ જેવા પોષક તત્વ જોવા મળે છે  દૂધ પીવાથી ન તો તમે ફક્ત તરોતાજા અનુભવો છો પણ આ આરોગ્ય માટે પણ લાભકારી છે. દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે અને શરીર એનર્જીથી ભરાય જાય છે પણ શુ તમે જાણો છો કે દૂહ્દને જો મઘ અને તજ સાથે મિક્સ કરીને પીવામા આવે તો તેનો ફાયદો બમણો થઈ જાય છે. મઘમાં વિટામિન મિનરલ્સની સાથે જ એંટીઓક્સીડેંટ, એંટીબેક્ટેરિયલ અને એંટી ઈફ્લેમેટરી ગુણ રહેલા હોય છે. બીજી બાજુ તજમાં વિટામિન એ, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ અને પોટેશિયમ જોવા મળે છે. તેથી જ્યારે તેને મિક્સ કરીને પીવામાં આવે તો બોડીને અનેક ચમત્કારિક ફાયદા મળે છે. આ બધા ગુણ શરીરને સ્વસ્થ રાખે છે અને અનેક બીમારીઓથી તમારો બચાવ પણ કરે છે. 
 
ઈમ્યુનિટી થાય છે મજબૂત 
શિયાળામાં મોટેભાગે લોકોની રોગ પ્રતિરોધક ક્ષમતા નબળી થઈ જાય છે. આવામાં તેને વધારવા માટે તમે દૂધમા& તજ અને મધ મિક્સ કરીને પીવો. તેનાથી તમારી ઈમ્યુનિટી મજબૂત થશે. દૂધ, તજ અને મધ ત્રણેય પોષક તત્વોનો અસીમ ભંડાર છે. તેમા એંટી બેક્ટેરિયલ, એંટી-ફંગલ અને એંટી ઈફ્લેમેટરી ગુણ જોવા મળે છે. જેનાથી શરદી ખાંસી તમારી પાસે પણ નહી ફરકે. 
 
પાચન બનાવે સારુ - દૂધમા& તજ અને મધ મિક્સ કરીને પીવાથી પાચન ક્રિયા સારી થાય છે. જે લોકો પેટ સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે લોકો રોજ દૂધમાં તજ અને મધ મિક્સ કરીને પીવે. રોજ સૂતા પહેલા ગરમ દૂધમાં તજ અને મધ નાખીને પીવાથી ગેસ, કબજિયાત અને એસિડિટીમાં આરામ મળે છે. 
 
કોલેસ્ટ્રોલ ઘટાડે - શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી દિલની બીમારીઓ થવાની શક્યતા પણ અનેકગણી વધી જાય છે. આવામાં દૂધમાં તજ અને મધ નાખીને પીવાથી કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે. તાજેતરમાં થયેલા સર્વે મુજબ દૂધ, તજ અને મધનુ લાજવાબ મિશ્રણ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પ્રભાવકારી છે. તેને પીવાથી જાડાપણુ પણ કંટ્રોલ કરી શકાય છે. 
 
સાંધાના દુખાવામાં લાભકારી - આ ઋતુમા લોકો સાંધાના દુખાવાથી ખૂબ જ પરેશાન થાય છે. આવામાં દૂધમાં તજ અને મધ નાખીને પીવાથી હાડકા મજબૂત થાય છે અને સાંધાની તકલીફ પણ ઓછી થાય છે. દૂધ કેલ્શિયમનુ સારુ સોર્સ છે. બીજી બાજુ મઘમાં એંટી-ઈફ્લેમેટરી ગુણ હોય છે. આવામાં નિયમિત રૂપે દૂધમાં તજ અને મધ નાખીને પીવાથી તમને સાંધા અને હાડકાંના દુ:ખાવામાં ખૂબ લાભ મળશે.