ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (12:36 IST)

શુ છે Breakfastનો યોગ્ય સમય ? આ રીત અપનાવશો તો વજન સહેલાઈથી થશે કંટ્રોલ

health tips
Health Tips: નાસ્તો કરવો આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. બીજી બાજુ જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ તો એ જ વિચારીએ છીએ કે આવતીકાલે નાસ્તામા શુ બનાવવાનુ છે.  તમને હેલ્ધી અને સ્માર્ટ બનાવવા માટે જલ્દી ડિનર અને જલ્દી બ્રેકફાસ્ટ કરવો જોઈએ. એવુ  પણ કહેવાય છે કે એક સારી લાઈફસ્ટાઈલ સારા આરોગ્યનુ રહસ્ય છે.  સાથે જ ક્યારેય બ્રેકફાસ્ટ છોડવો ન જોઈએ. આ આપણા શરીર માટે યોગ્ય નથી. ચાલો આજે જાણી જુદા જુદા ભોજન કરવાનો યોગ્ય સમય શુ છે અને આ આપના શરીરને કેવો ફાયદો આપે છે. 
 
બ્રેકફાસ્ટ 
 
સવારનો નાસ્તો કરવો ખૂબ જરૂરી હોય છે. તેનાથી આપણને હિમંત મળે છે અને કમજોરી લાગતી નથી. સામાન્ય રીતે ખાવાનુ ખાવાના 8 થી 10 કલાક પછી નાસ્તો કરવામાં આવે છે. દિવસનુ પહેલુ ભોજન એટલે કે બ્રેકફાસ્ટ કરવાનો યોગ્ય સમય છે સવારે 7 થી 9 વાગ્યાની વચ્ચે. 
 
લંચ (બપોરનુ ભોજન) 
જો તમે બ્રેકફાસ્ટ યોગ્ય સમય પર કરો છો તો તમને ભૂખ પણ જલ્દી લાગશે. યોગ્ય સમય પર બ્રેકફાસ્ટ કરવાથી લંચ સુધી પેટને આરામ કરવા માટે પૂરતો સમય મળે છે. આ બ્રેકફાસ્ટના ડાઈજેશન(પાચન)માં મદદ કરે છે. બપોરનુ ભોજન એટલે કે લંચ કરવાનો સૌથી યોગ્ય સમય બપ્ોરે 12થી બપોરે 2 વાગ્યાની વચ્ચે છે. 
 
ડિનર (રાતનુ ભોજન) 
બપોરનુ ભોજન જલ્દી કરવાથી તમને સાંજે જલ્દી જ ભૂખ લાગી શકે છે. અનેક ન્યૂટ્રીશનિસ્ટ આપણી ભૂખને સંતુષ્ટ કરવા સાથે મેટાબોલિજ્મને પ્રોત્સાહન આપવા માટે જલ્દી રાત્રે ખાવાનુ ખાવાની સલાહ આપે છે. બીજી બાજુ રાતનુ ભોજન તમારે 6.30 વાગ્યાથી રાત્રે 8 વાગ્યાની વચ્ચે કરી લેવુ જોઈએ. 
 
ભોજન જલ્દી કરવાના ફાયદા 
 
યોગ્ય સમયે ખાવાનુ ખાવાથી પાચનમાં સુધાર થાય છે 
યોગ્ય સમય પર ભોજન કરવાથી દિલનુ આરોગ્ય સારુ રહે છે. સાથે જ દિલ સાથે જોડાયેલ બીમારીઓ પણ થતી નથી. 
જો તમને યોગ્ય સમયે ભોજન મળશે તો તમને ઊંઘ માટે પણ પૂરતો સમય મળશે અને તમે સવારે તાજગી અનુભવશો.
રાત્રિભોજન કર્યા પછી તરત જ લોકો પલંગ પર સૂઈ જાય છે. આમ કરવાથી ગેસની સમસ્યા થાય છે.
વજન ઓછું કરવા માટે, રાત્રે વહેલું ખાવું જરૂરી છે. આમ કરવાથી તમારો ખોરાક સારી રીતે પચી જશે અને ચરબી જમા થશે નહીં.
સમયસર ખાવાથી અને સમયસર સૂવાથી તમે સવારે વધુ ઉર્જાનો અનુભવ કરશો.