શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 26 ફેબ્રુઆરી 2023 (09:58 IST)

આરોગ્યદાયી Aloe Vera- જાડાપણાથી રાહત અપાવશે એલોવેરા

કુંવારપાઠું ના ફાયદા- એલોવેરાનો છોડ ઘરમાં સહેલાઈથી મુકી શકાય છે. એલોવેરાના છોડનો રંગ લીલો હોય છે. તેમાથી જે જેલ નીકળે છે તે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. એલોવેરા જૈલ, એલોવેરાનુ જ્યુસ આપણને જેટલુ અંદરથી હેલ્ધી રાખે છે. એટલુ જ બહારથી પણ આપણને કાયમ યુવાન રાખવામાં મદદ કરે છે. એલોવેરા ઔષધીય ગુણોનો ભંડાર છે. એલોવેરામાં અનેક પોષક તત્વ, વિટામિન અને મિનરલ્સ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી સિદ્ધ હોય છે. ગ્વારપાઠા મતલબ એલોવેરાના પ્રયોગથી આપણે જાડાપણા જેવી મુશ્કેલી પર પણ કાબૂ મેળવી શકીએ છીએ.  
 
- એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબૂનો રસ અને એલોવેરાનો રસ કાઢીને પીવાથી જાડાપણું ઓછુ થાય છે. 
 
- એક ગ્લાસ કુણાં પાણીમાં લીંબુનો રસ અને એલોવેરાનો રસ મિક્સ કરીને પીવાથી પણ જાડાપણું ઓછુ થાય છે.  
 
- અશ્વગંધાના પાનનો રસ બે ચમચીની માત્રામાં એલોવેરાના 10 ગ્રામ ગૂદા સાથે લેવાથી લાભ થાય છે. 
 
- ત્રિફળા ચૂરણ સાથે એલોવેરાનો રસ ખાલી પેટ લેવાથી પણ જાડાપણાંથી છુટકારો મેળવી શકાય છે. 
 
- એલોવેરાનો જ્યુસ પીવાથી જાડાપણું ઓછુ થાય છે. એલોવેરાના પાનનું સેવન કરવાથી જાડાપણા પર કંટ્રોલ મુકી શકાય છે.
 
- એક લસણનો રસ કાઢીને એલોવેરાનો રસ મિક્સ કરીને પીવાથી જાડાપણાંથી મુક્તિ મેળવી શકાય છે.