ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 7 ડિસેમ્બર 2018 (07:29 IST)

Health tips - ગભરાટને કારણે વધનારી Heart beat તરત કરો કંટ્રોલ

આજકાલ પરેશાની દરેકના જીવનનો ભાગ બનતો જઈ રહી છે. કેટલાક લોકો તો નાનકડી વાતને લઈને પણ ચિંતામાં ડૂબ્યા રહે છે. જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પણ પડે છે. જેનાથી ગભરાટ અને અનેકવાર તો દિલની ધડકન વધવા માંડે છે. આમ તો દિલની ધડકન વધવો એ કોઈ રોગ નથી પણ તેનાથી શરીરમાં નબળાઈ આવી જાય છે. તમને પણ આ પ્રકારની કોઈ પરેશાની છે તો સૌ પહેલા ખુશ રહેવુ શરૂ કરી દો. વાતની ચિંતાને છોડીને જીવનમાં આગળ વધો અને પરેશાનીઓનો સામનો કરો.  ગભરાટના કારણે ઝડપી થનારી દિલની ધડકનને દૂર કરવા માટે તમે ઘરેલુ રીત પણ અપનાવી શકો છો. 
 
રાઈના ફાયદા - નાના-નાના દાણ જેવા કે રાઈનો ઉપયોગ મોટાભાગે અથાણુ બનાવવા માટે કરવામાં આવે છે.  પણ આ આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. આ ગભરાટથી વધનારી દિલની ધડકનને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ છે. 
 
 
આ રીતે કરો ઉપયોગ - આ પરેશાનીમાં મુઠ્ઠી ભરીને રાઈ લઈને વાટી લો. આ વાટેલી રાઈને હાથ પગ પર મસળી લો. તેનાથી હાર્ટ બીટ નોર્મલ થઈ જશે.