ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

તમારી જીભ પર જામેલી સફેદ પરતને આ 5 રીતે સાફ કરો

મોઢાની સફાઈના નામ પર મોટાભાગના લોકો ફક્ત દાંતની સફાઈ કરે છે. આવામાં તેઓ જીભ પર જામેલી સફેદ પરતને સાફ કરવાનુ ભૂલી જય છે.  જીભની સફાઈ પર ધ્યાન આપવુ એટલુ જ જરૂરી છે જેટલી દાંતોની સફાઈ પર.  જો તમે જીભની ગંદકીને સાફ નહી કરો તો તેનાથી તમારા મોઢામાંથી દુર્ગંધ આવવા માંડશે.  આજે અમે તમને બતાવીશુ કે તમે કેટલાક ઘરેલુ ઉપાયો દ્વારા તમારી  જીભ સાફ કરી શકો છો. 
1. મીઠુ - જીભ પર જામેલી પરતને સાફ કરવા માટે તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો. થોડુ મીઠુ તમારી જીભ પર મુકો પછી ટૂથબ્રશની મદદથી સ્ક્રબની જેમ રગડો.  આવુ એક અઠવાડિયા સુધી નિયમિત રૂપે કરો. 
2. માઉથવૉશ - જમ્યા પછી ખાવાનો અમુક ભાગ જીભ પર જ લાગેલો રહે છે. તેથી જમ્યા પછી માઉથવૉશનો ઉપયોગ કરો. 
3. દહી - દહી પ્રો-બાયોટિક હોય છે જે ક્રૈડિગ ફંગસને ખતમ કરે છે. જીભ પર જામેલી સફેદ પરત કૈંડિદ ફંગસને કારણે જ હોય છે. તેથી દહીના પ્રયોગથી જીભની સફાઈ કરી શકાય છે. 
4. હળદર - હળદર એક એવો મસાલો છે જેનાથી જીભની સફેદ પરતનો ઈલાજ કરી શકાય છે. આ માટે હળદર પાવડરમાં થોડા લીંબૂનો રસ મિક્સ કરી લો. આ પેસ્ટને જીભ પર મસળો.  આંગળીથી મસાજ જેવુ કરો. થોડી વાર મસાજ કર્યા પછી કુણા પાણીથી કોગળાકરી લો. 
5. મીઠાનુ પાણી - મોઢાને મીઠાના પાણીથી ધોઈને પણ સાફ કરી શકાય છે. આ માટે અડધા ગ્લાસ કુણા પાણીમાં અડધી ચમચી મીઠુ નાખો.  આ પાણીથી દિવસમાં 5-6 વાર કુલ્લા કરો.