શિયાળામાં તમે પણ પીવો છો કડક ગરમ ચા ? 2 ભૂલ બનાવી શકે છે તમને Cancer નો દર્દી, જાણી લો ચા બનાવવાની સાચી રીત
ચા દુનિયામાં સૌથી વધુ પીવામાં આવનારુ પીણુ છે. ભારતમાં ચા સૌથી વધુ પીવામાં આવે છે. શિયાળામાં મોટાભાગના લોકોની શરૂઆત એક કપ ચા સાથે થાય છે. આદુની ચા મળી જાય તો પછી શુ કહેવુ. પણ શુ તમે જાણો છો કે ચા પીવા બાબતે કેટલીક ભૂલ કેંસરનુ કારણ બની શકે છે ?
દરેક વસ્તુને ખાવા-પીવાના કેટલાક નિયમ હોય છે અને આ વાત ચા પર પણ લાગુ થાય છે. ઘણા લોકો દિવસભરમાં અનેક કપ ચા પી જાય છે. કેટલાક લોકો તો એવા પણ છે જે એક જ મિનિટમાં ગરમ ચા નો આખો કપ પી જાય છે. કેટલાક લોકો તો ચા ને કડક બનાવવા માટે ખૂબ ઉકાળતા રહે છે.
શુ તમે જાણો છો કે ચા ના બાબતે આ કામ તમને કેંસરના દર્દી બનાવી શકે છે ? એક અભ્યાસ મુજબ વધુ ગરમ ચા પીવાથી ઈસોફેગલ કેંસર થવાનો ખતરો વધી જાય છે. ચાલો જાણીએ ચા બનાવવામાં અને પીવામાં લોકો શુ ભૂલ કરી રહ્યા છે અને કોઈપણ સાઈડ ઈફેક્ટ વગર ચા નો આનંદ કેવી રીતે લઈ શકો છો.
વધુ ગરમ ચા પીવાથી કેંસરનો ખતરો
ઈંટરનેશનલ જર્નલ ઓફ કેંસરમાં પ્રકાશિત એક રિપોર્ટ (Ref.) મુજબ 50,000 થી વધુ લોકો પર આ અભ્યાસ કરવામાં આવ્યો. જેમા જોવા મળ્યુ કે જે લોકો 60 ડિગ્રી સેલ્સિયસ(140 ડિગ્રી ફારેનહાઈટ) થી વધુ ગરમ ચા પીવે છે અને રોજ 700 મિલીલીટરથી વધુ ચા (લગભગ બે મોટા કપ) પીવે છે, તેમને ઈસોફેગલ કેંસર થવાનો ખતરો 90% ટકા વધી જાય છે.
ઈસોફેગલ શુ છે
ઈસોફેગસ એ નળી હોય છે જેનાથી ખોરાક અને પીણું આપણા પેટમાં જાય છે. જો તમે ખૂબ વધુ ગરમ ચા પીવો છો તો તેનાથી ઈસોફેગસમાં બળતરા થઈ શકે છે. વારેઘડીએ બળતરાથી કોશિકાઓમાં ફેરફાર આવી શકે છે અને કેંસર થઈ શકે છે. ઈસિફેગલ કેંસર દુનિયાનુ આઠમુ સૌથી સામાન્ય કેંસર છે. દર વર્ષે તેનાથી લગભગ 400000 લોકો મરે છે.
ગરમ ચા પીવાથી કેંસરનો ભય કેવી રીતે
ચા પીવી ઘણા લોકોની દિનચર્યાનો એક ભાગ છે. પણ વધુ ગરમ ચા પીવાથી ઈસોફેગલ કેંસરનો ખતરો વધી શકે છે. વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે આ સમજવુ જરૂરી છે કે શરીરના કોઈપણ કિનારા પર વારે ઘડીએ બળતરાથી કેંસરનો ખતરો વધી જાય છે. દાખલા તરીકે સનબર્ન થી ત્વચાનુ કેંસર થાય છે. ધૂમ્રપાનથી ફેફસા ફેફ્સાનુ કેંસર થય છે અને અનેક ખાદ્ય પદાર્થ અને પેય ગૈસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેંસરનુ જોખમ વધી શકે છે.
ચા વધુ ન ઉકાળશો
ન્યૂટ્રિશનિસ્ટ મુજબ વધુ કડક ચા પીવી છોડી દેવી જોઈએ. ચા બનાવતી વખતે તેને વધુ ઉકાળશો નહી. આવુ કરવાથી દૂધ અને ચાની ભુકીના પોષક તત્વ નષ્ટ થઈ જાય છે. ચા માં ટૈનિન પ્રચુર માત્રામાં જોવા મળે છે. ટૈનિન પોલીફેનોલિક બ્બાયોમૉલિક્યૂલ્સ નો એક સમૂહ છે. જે ફળ, શાક, નટ્સ, વાઈન અને ચા માં જોવા મળે છે. આ મોટા અણુ (મોલિક્યૂલ) હોય છે, જે પ્રોટીન સેલ્યુલોજ, સ્ટાર્ચ અને મિનરલ્સ સાથે જોડાઈને તેને બાંધી લે છે. તેનાથી શરીર માટે આયરનને અવશોષિત કરવુ મુશ્કેલ થઈ જાય છે
ચા કેટલી વાર સુધી ઉકાળવી જોઈએ
જો ચા ને 4-5 મિનિટથી વધુ સુધી ઉકાળશો તો ટૈનિનની માત્રા વધી જાય છે. જે આયરનના અવશોષણને વધુ અવરોધિત કરી શકે છે. વધુ ઉકાળવાથી ચા ના પોષક તત્વો ઘટવા ઉપરાંત તેનો સ્વાદ પણ ખાટો થઈ જાય છે. એસિડિટીની સમસ્યા થઈ શકે છે અને કેંસરનો ખતરો પણ વધી શકે છે.
ખાલી પેટ વધુ ચા પીવાથી બચો
એક્સપર્ટ મુજબ ખૂબ વધુ ચા (5–6 કપથી વધુ) પીવાથી આયરન અવશોષણમાં સમસ્યા અને કૈફીનની માત્રા વધી શકે છે. આ ઉપરાંત ખાલી પેટ ચા પીવાથી એસીડીટી અને બળતરા થઈ શકે છે.