રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 13 જૂન 2023 (15:45 IST)

Weight Loss Tips - વજન ઘટાડવા માટે રોજ પીવો ગરમ પાણી

hot water
પાણી આપણા શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. મનુષ્ય પાણી વગર જીવી ન શકે, પરંતુ નવાયું પાણી કે ગરમ પાણી પણ ફાયદાકારક છે. આ ગુણધર્મોની  ખાણ છે. નવાયું પાણી પીવાથી જાડાપણું ઘટે છે. 
 
જાડાપણાથી કંટાળેલા લોકો  માટે નવાયું પાણી  ખૂબ જ ફાયદાકારક છે. ભોજન કરવાના અડધા કલાક  પછી એક ગ્લાસ પાણી સિપ (ઘૂંટ ભરીને) પીવાથી, શરીરનું  વજન ઘટે છે. આ પાછળનો તર્ક એ છે કે નવાયું પાણી અથવા ગરમ પાણી શરીરના ઝરી પદાર્થોને બહાર કરે છે. આ પ્રક્રિયાથી શરીરની ગંદગીને સાફ કરવાની પ્રક્રિયા ઝડપી થાય છે અને કિડની દ્વારા ગંદગી બહાર નિકળે છે. 
 
આ સિવાય થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત પણ દૂર થાય છે.ગરમ પાણીથી નહાવાથી થાક મટે છે. અને ત્વચા નિખરે છે.ગરમ પાણી વાપરતા વજન ઓછું થાય છે અને સાથે-સાથે  રક્ત પરિભ્રમણ પણ સંતુલિત થાય છે. ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરી પીવાથી રોગ પ્રતિકાર વધે છે ,તેમજ વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે.કિડનીની યોગ્ય દેખરેખ માટે દિવસમાં  2 વાર સવારે -સાંજે  નવાયું પાણી પીવું જોઇએ.જેથી શરીર રહેલી ગંદગી દૂર થાય અને શરીર સાફ રહે છે.

ગરમ પાણી પીવાના ફાયદા 
 
મેટાબોલિજ્મ કરે છે બૂસ્ટ 
ગરમ પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ ઝડપથી વધે છે. તે શરીરના આંતરિક તાપમાનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. ડોક્ટર્સનું કહેવું છે કે જો ખોરાક ખાવાના અડધા કલાક પહેલા ગરમ પાણી પીવામાં આવે તો તે મેટાબોલિઝમને 30 ટકા સુધી વધારી શકે છે, જેના કારણે તે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.
 
ભૂખને નિયંત્રિત કરે છે
ગરમ પાણીનું નિયમિત સેવન કરવાથી ભૂખને કાબૂમાં રાખવામાં મદદ મળે છે. ખાવાના થોડા સમય પહેલા ગરમ પાણી પીવાથી તે ઝડપથી કેલરી બર્ન કરે છે. જેના કારણે વજન ઝડપથી ઘટે છે
 
પાચન સુધારે છે
ઘણા લોકોને ખોરાક ખાધા પછી પેટમાં દુખાવો, કબજિયાત અને અન્ય પાચન સમસ્યાઓ હોય છે. આવા લોકોને નિયમિત ગરમ પાણીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ગરમ પાણી આંતરડાને સંકોચવામાં મદદ કરે છે. તેમજ ગરમ પાણીનું સેવન કરવાથી આંતરડામાં વેસ્ટ ઓછુ એકત્ર થાય છે. ગરમ પાણી શરીરનું તાપમાન વધારે છે, જેના કારણે પરસેવો થાય છે. પરસેવો છિદ્રોમાંથી ઝેર દૂર કરે છે.
 
વજન ઘટાડવા પીવો ગરમ પાણી 
વજન ઓછુ કરવા માટે દિવસમાં ત્રણવાર  ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. તમે સવારે ઉઠ્યા બાદ અડધો કલાક પહેલા અને રાત્રે સૂવાના 1 કલાક પહેલા ગરમ પાણીનુ સેવન કરો છો તો આ ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.