રવિવાર, 17 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024 (09:25 IST)

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Over weight
થાઇરોઇડની સમસ્યા જીવનશૈલી સંબંધિત અન્ય મુખ્ય રોગ તરીકે ઉભરી આવી છે. ઉંમરની સાથે સ્ત્રીઓમાં થાઈરોઈડની સમસ્યા સામાન્ય બની રહી છે. થાઇરોઇડ એક ગંભીર સમસ્યા છે જેના કારણે તમારા એકંદર સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. થાઈરોઈડ બે પ્રકારના હોય છે જેમાં હાઈપોથાઈરોડિઝમમાં વજન ઝડપથી વધે છે અને હાઈપરથાઈરોઈડિઝમમાં વજન ઘટવા લાગે છે. હાઈપોથાઈરોઈડના દર્દીને ખૂબ ભૂખ લાગે છે જેના કારણે વજન વધવા લાગે છે. આવી સ્થિતિમાં દવાઓની સાથે તમારા આહારમાં કેટલાક હેલ્ધી જ્યુસનો સમાવેશ કરો. જેથી થાઈરોઈડ અને વજન બંનેને નિયંત્રિત કરી શકાય. આ માટે દૂધી, ગાજર, જળકુંભીઅને બીટરૂટનો રસ ફાયદાકારક સાબિત થાય છે. જાણો થાઈરોઈડમાં કયુ જ્યુસ પીવો જોઈએ?
 
થાઇરોઇડમાં વજન ઘટાડવા માટેનાં જ્યુસ 
દૂધીનું જ્યૂસ- જો તમે દેશી ઉપચાર પર વિશ્વાસ કરતા હોય તો દૂધીનું  જ્યુસ  તમારી ડાયેટ માટે વરદાનથી ઓછું નથી. દૂધીના સેવનથી થાઈરોઈડની સમસ્યા પણ દૂર થઈ શકે છે. જો તમે દૂધીનું જ્યુસ પીવો છો, તો તેનાથી થાઇરોઇડ અને વધતું વજન બંને  કંટ્રોલમાં રહેશે.  સવારે ખાલી પેટે દૂધીનું જ્યુસ પીવાથી થાઈરોઈડની સમસ્યા ઓછી થાય છે. આનાથી ઉર્જા મળે છે અને શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. દૂધીનું જ્યુસ પીવાથી વજન પણ ઝડપથી ઓછું થવા લાગે છે.
 
જળકુંભી અને સફરજનનું જ્યુસ - જળકુંભી  અને સફરજનને ભેળવીને બનાવેલ જ્યુસ થાઈરોઈડમાં ફાયદાકારક છે. આ જ્યુસ પીવાથી થાઈરોઈડ કંટ્રોલ કરી શકાય છે. તમે તેને કેવી રીતે તૈયાર કરી શકો છો: લગભગ 2 કપ જળકુંભીના પાંદડા લો અને તેને ધોઈ લો. હવે 2 સફરજનને ધોઈને કાપી લો. બંને વસ્તુઓને મિક્સરમાં બારીક ક્રશ કરી લો. હવે તેમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરો.  આ જ્યુસ સવારે પીવાથી થાઈરોઈડ ઘટશે અને વજન પણ ઘટશે.
 
બીટરૂટ અને ગાજરનું જ્યુસ - શિયાળાની ઋતુમાં લાલ રંગના રસદાર ગાજર મળે છે. ગાજર સાથે થોડી બીટરૂટ મિક્સ કરો અને તેનું જ્યુસ તૈયાર કરો. આ જ્યુસ થાઈરોઈડ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. 1 ગાજર, 1 બીટરૂટ અને પાઈનેપલનો 1 મોટો ટુકડો જો તમે ઈચ્છો તો 1 સફરજન પણ ઉમેરો. હવે તેને ક્રશ કરીને તેનું જ્યુસ બનાવો.  આ જ્યુસ પીવાથી શરીર મજબુત બનશે અને થાઈરોઈડ અને વજન ઓછું થશે.