સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 21 નવેમ્બર 2024 (12:44 IST)

દિલની બંધ નસોને ખોલી શકે છે આ કાઢો, હાર્ટ બ્લોકેજને કરશે દૂર શિયાળામાં જરૂર કરો આનુ સેવન

 Cinnamon Kadha
How To Reduce Heart Blockage  - હાર્ટમાં બ્લોકેજ હાર્ટ એટેકનુ મોટુ કારણ છે. આ બ્લોકેજ નસોમાં કોલેસ્ટ્રોલને જમા થવાથી રોકી શકે છે. અનેકવાર નસોના સંકોચાઈ જવાથી નસોમા લોહીનુ પરિભ્રમણ ઠીક રીતે થઈ શકતુ નથી. આવામાં નસોને બ્લોક થવાથી બચવવી ખૂબ જરૂરી છે.  આયુર્વેદમાં એવી અનેક વસ્તુઓ વિશે બતાવવામાં આવે છે જે નસોના બ્લોકેજને ઓછુ કરે છે. આયુર્વેદમા આવો જ એક અસરદાર કાઢો બતાવ્યો છે જેનાથી નસોની બ્લોકેજને દૂર કરી શકાય છે. આવો જાણીએ આ ઉકાળો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને તેને બનાવવાની રીત શુ છે ? 
 
હાર્ટની બ્લોકેજ દૂર કરવા માટે ઉકાળો 
લગભગ 1 ચમચી અર્જુનની છાલ, 2 ગ્રામ તજ અને 5 તુલસીના પાનને લઈને પાણીમાં ઉકાળી લો. તમને લગભગ 2 કપ પાની ઉકાળવા માટે મુકવાનુ છે. જ્યારે આ પાણી  1 કપ રહી જાય તો તેને ગાળીને પી લો. આ ઉકાળાને પીવાથી નસોમાં આવેલ સોજો અને બ્લોકેજને ઓછા કરી શકાય છે. હાર્ટને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં આ ઉકાળો અસરદાર સાબિત થઈ શકે છે.  
 
અર્જુનની છાલના ફાયદા 
અર્જુનની છાલને હાર્ટના રોગીઓ માટે લાભકારી માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અર્જુનની છાલમાં ટ્રાઈટરપેનૉઈડ નામનુ એક રસાયણ હોય છે જે હાર્ટ સંબંધી પરેશાનીઓને દૂર કરવાનુ કામ કરે છે.  અર્જુનની છાલમાં વર્તમાન ટૈનિન અને ગ્લાઈકોસાઈડ જેવા કમ્પોનેટ્સમાં એંટીઓક્સીડેંટ ગુણ જોવા મળે છે જે દિલની માંસપેશીઓ અને બ્લ્ડ વેસેલ્સને ફ્રી રેડિકલ્સથી થનારા નુકશાનથી બચાવે છે.  અર્જુન બ્લડ વેસેલ્સને પણ ફેલાવે છે અને બ્લડ ફ્લોને પણ સારો બનાવવા માટે પ્લાક મિક્સ કરે છે. આટલુ જ નહી આ બેડ કોલેસ્ટ્રોલ, બ્લડ શુગરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.  
 
તજના ફાયદા 
તજમાં એંટ્રી ઓક્સીડેંટ, એંટી-ઈફ્લેમેટરી ગુણ હોય છે. તજનો ઉપયોગ તમારા ખાવામાં જરૂર કરો. તજમાં અનેક ઔષધીય ગુણ હોય છે જે તમને આરોગ્યપ્રદ બનાવી રાખવામાં મદદ કરે છે. તજનુ સેવન કરવાથી ધમનીઓમાં બ્લોકેઝ ઓછુ કરી શકાય છે.  તેનાથી હાર્ટ સાથે જોડાયેલ કમજોરીનો ખતરો ઓછો થાય છે. તજમાં  પૉલીફેનોલ્સ નામનુ એંટીઓક્સીડેટ્સ જોવા મળે છે જે અનેક બીજી બીમારીઓથી શરીરનો બચાવ કરે છે.