શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 26 ડિસેમ્બર 2023 (12:58 IST)

અજમાના પાણીમાં આ એક વસ્તુ મિક્સ કરીને પીશો તો શિયાળામાં ઝડપથી ઓછુ થશે વજન

tulsi ajwain tea
tulsi ajwain tea
શિયાળાની ઋતુમાં લોકોનુ વજન ખૂબ જ ઝડપથી વધે છે. ઉલ્લેખનીય છે કે શિયાળાની ઋતુમાં ઠંડી વધુ પડવાથી લોકો પોતાનુ આરોગ્ય અને ફિટનેસને લઈને થોડા આળસુ થઈ જાય છે. સાથે જ આ ઋતુમાં લોકો બહારનુ તળેલુ ખૂબ વધુ ખય છે તેથી આ કારણે લોકોનુ વજન ઝડપથી વધે છે. રોજ અધિક કેલોરી અને ફૈટી ફુડ્સને કારણે શરીરમાં ફૈટની એટલી મોટી પરત જામેલી હોય છે કે ફેટ બર્ન નથી થતુ અને લોકો જાડાપણાના ભોગ બને છે. જો તમારુ પણ વજન વધી ગયુ છે તો તમારી બોડીની ફિટનેસ ફરીથી મેળવવા માટે તમે તમારી ડાયેટમાં અજમાને સામેલ કરો. અજમાની સાથે તમે તુલસીના ઘરેલુ નુસ્ખા ટ્રાય કરો. આ શરીરમાંથી જમા ફેટને બહાર કાઢીને વજનને કંટ્રોલ કરવાનુ કામ કરશે.  જાણો તુલસી અને અજમોઆની આ વેટ લોસ ડ્રિંક કેવી બને છે અને કેવી રીતે આ બંને વસ્તુઓ વધેલા વજનથી છુટકરો મેળવવામાં મદદગાર છે. 
 
તુલસી-અજમાના ફાયદા 
તુલસીમાં ભરપૂર માત્રામાં એંટીબાયોટિક, એંટી વાયરલ, એંટી બેક્ટેરિયલ ગુણો સાથે ફાઈબર, ઓમેગા-3 ફૈટી એસિડની સાથે સાથે આવા એસિડ પણ જોવા મળે છે જે વજન ઓછુ કરવાથી લઈને ઈમ્યુનિટીને બૂસ્ટ કરવામાં પણ મદદ કરે છે.  સાથે જ તુલસીના પાનનુ સેવન શરદી અને તાવમાં કાઢો બનાવવા માટે કરવામાં આવે છે. તેનાથી ખૂબ આરામ મળે છે. તુલસીમાં એંટી બેક્ટેરિયલ તત્વ હોય છે જે ઘા ને જલ્દી ઠીક કરે છે. અજમો પણ વજન કંટ્રોલ કરવામાં ઉપયોગી છે. આ ઉપરાંત આ પેટ સાથે સંબંધિત બીમારીઓથી પણ તમારો બચાવ કરે છે. અજમામાં એંટીઓક્સીડેંટ હોય છે જે શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢવાનુ કામ કરે છે. આ સાથે જ શરીરમાં જમા ફેટને બર્ન કરવામાં પણ તે સહાયક હોય છે. 
 
આ રીતે બનાવો તુલસી અને અજમાની વેટ લૉસ ડ્રિંક 
 
રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો નાખીને પલાળો. સવારે આ પાણીને પેનમાં નાખો અને બોઈલ થવા દો. ત્યારબાદ આ પાણીમાં 10-15 તુલસીના પાન નાખો. પાણી સારી રીતે ઉકળ્યા પછી તેને ગાળી લો અને સાધારણ ઠંડુ થતા ખાલી પેટ પીવો. આ ફેટ રોજ ખાલી પેટ પીવાથી તમારી બોડીમાં જમા ચરબી અને ફેટ ઓછી થવા માંડશે