શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 7 જુલાઈ 2021 (10:18 IST)

Immunity Food- વરસાદના મૌસમમાં આ વસ્તુઓ વધારશે ઈમ્યુનિટી જરૂર કરો સેવન

વરસાદના મૌસમમાં ઈમ્યુનિટી એટલે કે રોગ પ્રતિરોધ ક્ષમતા મજબૂત રાખવુ ખૂબ જરૂરી હોય છે. કારણકે આ મૌસમમાં ઘણી પ્રકારની સ્વાસ્થય સંબંધી સમસ્યાઓ થવાનો ખતરો રહે છે. તેથી ઘણા લોકો છે. જે વરસાદના સંક્રમણ, સ્કિન એલર્જી, ફૂડ પ્વાઈજનિંગ, અપચ અને વાયરલ તાવ જેવી રોગોની ચપેટમાં આવી જાય છે અને કારણકે અત્યારે દેશમાં કોરોનાનો સંકટ પણ છવાયુ છે તેથી જેની ઈમ્યુનિટી નબળી છે તેને કોરોનાથી સંક્રમિત  થવાનો જોખમ પણ વધી જાય છે. તેથી બધા પ્રકારની સ્વાસ્થય સંબંધી જોખમને ઓછું કરવાના ઈમ્યુનિટીને મજબૂત રાખવા અને તેમના આરોગ્યની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. ઈમ્યુનિટી વધારવા માટે તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓને શામેલ કરી શકો છો અને કેટલીક વસ્તુઓથી દૂરી પણ બનાવવી પડશે. 
 
મૌસમી અને ખાટા ફળ છે જરૂરી 
ફળોને સારા આરોગ્ય માટે ખૂબ જરૂરી ગણાય છે. વરસાદના મૌસમમાં તમે સંતરા, મૌસંબી, જાંબુ, પપૈયા, કીવી, સફરજન, જામફળ, કેળા વગેરે ફળોને તમારા ભોજનમાં શામેલ કરી શકો છો કારણકે આ વિટામિન સી સાથે ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. વિશેષજ્ઞ કહે છે કે વિટામિન સી ઈમ્યુનિટી વધારવામાં ઉપયોગી હોય છે. 
 
પ્રોટીનથી ભરપૂર આહાર લેવું 
પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ જેમ કે દાળ, દૂધ દહીં ઈંડા પનીર સોયા ટોફૂ વગેરેનો સેવન નિયમિત રૂપથી કરવુ જોઈએ. તે સિવાય તમે તમારા આહારમાં દહીં અને છાશને પણ શામેલ કરી શકો છો. આ બધી વસ્તુઓ ઈમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરી શકે છે. જેનાથી સંક્રમણથી લડવામાં મદદ મળશે. 
 
હળવુ ગર્મ પાણી 
સારા સ્વાસ્થય માટે પાણી સૌથી જરૂરી છે કારણ કે જો શરીરમાં પાણીની કમી થઈ જાય તો જુદા-જુદા રોગો થવાની શકયતા વધી જાય છે. તેથી પાણી પીવો અને હોઈ શકે તો હળવુ ગર્મ પાણી પીવું. તેનાથી ઈમ્યુનિટીને પણ વધારવામાં મદદ મળશે. આયુષ મંત્રાલયએ પણ ઈમ્યુનિટી વધારવા માટે ગર્મ પાણી પીવાની સલાહ અપાય છે. 
 
મસાલેદાર ભોજનથી દૂરી 
વરસાદના મૌસમમાં મસાલેદાર ભોજન, સ્ટ્રીટ ફૂડ, જંક ફૂડ, અને ફ્રાઈડ ફૂડથી બચવું જોઈએ. કારણકે પેટ સંબંધી પરેશાનીઓ ઉભી કરી શકે છે અને સાથે જ આ ઈમ્યુનિટીને પણ મબળુ કરે છે. તેથી રોગોનો ખતરો 
વધી જાય છે. તેથી હમેશા તાજુ ભોજન કરવું.