ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (11:04 IST)

Jaggery Benefits- શિયાળામાં ગોળ ખાવાના ફાયદા

ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં એવા અનેક લાભકારી ગુણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. શિયાળામં ગોળની માંગ વધી જાય છે અને લોકો તેને ખૂબ પ્રેમથી ખાય છે. 
આજે અમે તમને શરદીમાં ગોળ ખાવાથી આરોગ્યને થનારા ફાયદા વિશે બતાવી રહ્યા છીએ. 
 
1. ગોળ મેગ્નેશિયમનુ સારુ સ્ત્રોત છે. ગોળ ખાવાથી માંસપેશીયો અને રક્ત વાહિનીઓને રાહત મળે છે.  
2. ગોળમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે.  જેનથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 
3. ગોળ અનીમિયાથી પીડિત લોકો માટે ફાયદાકારી હોય છે. તેને આયરનનુ પણ સારુ સ્તોત્ર માનવામાં આવે છે. આ સાથે જ તે શરીરમાં હિમોગ્લોબીન વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. 
4. પેટ સાથે જોડાયેલ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સૌથી સરળ ઉપાય છે.  પેટમાં ગેસ અને પાચન ક્રિયા સાથે જોડાયેલ સમસ્યા પણ ગોળ ખાવાથી દૂર થાય છે. 
5. શિયાળામાં ગોળ શરદી-તાવમાંથી રાહત અપાવે છે. 
6. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને જિસ્ત હોય છે. જે સારા સ્વાસ્થ્યને બનાવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. 
7. ગોળ ગળા અને ફેફડાના ઈંફેક્શનને દૂર કરવામાં પણ ફાયદારી હોય છે.