બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Health Tips : સ્વાસ્થ્ય માટે શુ ફાયદાકારી Tea or Coffee ?

તમારામાંથી કેટલાક લોકો જેમણે માત્ર કોફી કે પછી માત્ર ચા પીવી પસંદ છે. તમે આ બંનેમાંથી ભલે કંઈ પણ પીવો પણ હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે આની અસર તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ રીતે પડી શકે છે. જે રીતે બ્લેક ટી, ગ્રીન ટી અને લીંબુવાળી ચાની સારી અસર આપણા શરીર પર પડે છે એ જ રીતે કોફી પણ કંઈ ઓછો પ્રભાવ નથી નાખતી. તેમા રહેલ કેફીન તેને હાનિકારક બનાવે છે. જો તમે અધિક પ્રમાણમાં કોફી પીવો છો તો આ તમારા શરીરને ચા ના મુકાબલે વધુ નુકશાન પહોંચાડી શકે છે. 

આગળ જાણો તમારી મનગમતી ચા કે કોફીના ફાયદા નુકશાન વિશે.. 

ચા કે કોફી ? 

1. બંનેમાં હોય છે એંટી-ઓક્સીડેંટ બંનેમાં જુદા પ્રકારના એંટી ઓક્સીડેંટ હોય છે. જ્યા ચા માં ફ્લેવેનોઈડ હોય છે તો બીજી બાજુ કોફીમાં ક્યૂનાઈન અને ક્લોરોજેન એસિડ જોવા મળે છે. આ બંનેનુ એક જ કામ છે અને એ છે કે શરીરમાં ફ્રી રૈડિક્સનો ખાત્મો કરવો. 

2. કોફીમાં કેફીનની માત્રા વધુ : કોફીમાં ચા કરતા બેવડી માત્રામાં કેફીનના તત્વો જોવા મળે છે. 


 . 
3. ચા ગાળવામાં આવે છે અને કોફી ભેળવવામાં આવે છે. ચા માં ભલે અને કેફીન જોવા મળતા હોય, પણ તેને ગાળીને પીવામાં આવે છે, પણ કોફીમાં કેફીનને સંપૂર્ણ રીતે ઓગાળીને પીવામાં આવે છે જે વધુ ઘાતક હોય છે. 

4. પાચન માટે ચા શ્રેષ્ઠ : જો ચા ને ખાંડ અને દૂધ વગર બનાવવામાં આવે તો તે પેટ માટે કોફી કરતા વધુ શ્રેષ્ઠ છે. 

5. કોફી અને ચા કેંસર સામે રક્ષણ : ચા પીનારાને ગર્ભ અને બ્રેસ્ટ કેંસર સામે સુરક્ષા મળી શકે છે, તો બીજી બાજુ કોફી પીનારાઓને લીવર કેંસર સામે રક્ષણ મળી શકે છે. 

6. ઝેરીલા કેફીન : વધુ કોફી પીવાથી કેફીન ઝેર બની જાય છે અને કેદ્રીય તંત્રિકા તંત્ર પર ખરાબ અસર નાખે છે. સાથે સાથે અનિદ્રા, બેચેની અને માથાના દુ:ખાવાની સમસ્યા પણ ઉભી થાય છે. અહીં સુધી કે ગર્ભપાત થવાનો પણ ભય હોય છે. ચા થી કશુ નથી થતુ.