ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 13 ડિસેમ્બર 2019 (11:50 IST)

'સંસ્કૃત બોલવાથી ડાયાબિટીઝ પર રહે છે કન્ટ્રોલ'

ભાજપના સાંસદ ગણેશ સિંહે દાવો કર્યો છે કે સંસ્કૃત ભાષાને નિયમિત બોલવાથી આપણી 'નર્વસ સિસ્ટમ' ઠીક રહે છે. ધ ક્વિન્ટે PTIના રિપોર્ટને ટાંકીને કહ્યું છે કે લોકસભામાં સંસ્કૃત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય બિલ 2019 પર ચર્ચા દરમિયાન ભાજપ સાંસદ ગણેશ સિંહે આ દાવો કર્યો છે.
 
તેમનું કહેવું છે કે અમેરિકાની એક શૈક્ષણિક સંસ્થાની શોધ પ્રમાણે, સંસ્કૃત ભાષા બોલવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થઈ શકે છે.
 
તેમણે તો નાસાના અનુસંધાનનો હવાલો આપતા એ પણ કહ્યું કે જો કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ સંસ્કૃતમાં થાય, તો તેમાં કોઈ ભૂલ થશે નહીં.
 
આ સાથે જ તેમણે ઉમેર્યું છે કે કેટલીક ઇસ્લામી ભાષાઓની સાથે-સાથે દુનિયાની 9% કરતાં વધારે ભાષા સંસ્કૃત પર આધારિત છે.
 
સિંહે કહ્યું છે કે દેશની ત્રણ સંસ્કૃત વિશ્વવિદ્યાલયને પરિવર્તિત કરીને સંસ્કૃત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે.
 
કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે પણ કહ્યું કે સંસ્કૃત જ્ઞાનના ભંડાર તરીકે ઓળખાય છે, જેમાં વિજ્ઞાનથી માંડીને અર્થશાસ્ત્ર સુધી તમામ વિષય સામેલ છે.
 
સરકાર ઇચ્છે છે કે આગામી પેઢી આ પુસ્તકોનું અધ્યયન કરે.